સૂતી વખતે દાંતનો દુખાવો થાય તો અપનાવો આ સરળ ઉપાય અને મેળવો રાહત
કેટલાક લોકોને સમસ્યા હોય છે કે જ્યારે તે રાતે સુવા જાય ત્યારે તેમને દાંતમાં દુખાવો થતો હોય છે. દાંતની કાળજીને લઈને ડોક્ટર દ્વારા અનેક સલાહ આપવામાં આવતી હોય છે જેમ કે જમ્યા પછી તરત જ બ્રશ કરવું તે દરેક ડોક્ટર દ્વારા કહેવામાં આવતું હોય છે, આ કર્યા પછી પણ જો સમસ્યા રહેતી હોય તો તેના માટે સામાન્ય ઉપાય કરવા જોઈએ.
જેમ કે દાંતના દુખાવામાં લવિંગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. લવિંગમાં યુજેનોલ હોય છે જે બળતરા ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો પણ છે જે બેક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદ કરે છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે લસણની તો દાંતના દુખાવામાં લસણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. લસણમાં એલિસિન કમ્પાઉન્ડ હોય છે જે એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે દુખાવો થતો હોય ત્યારે લસણની એક કળીને દાંતમાં દબાવી શકાય છે.
કેટલાક લોકો હીંગને દાંતના દુખાવામાં પણ ખૂબ જ અસરકારક માને છે. કહેવાય છે કે લીંબુના રસમાં થોડી હિંગ મિક્સ કરીને રૂની મદદથી દાંત પર લગાવો. દાંતના દુખાવામાં તમને ઘણી રાહત મળી શકે છે. આ સિવાય જો તમારી પાસે પીપરમિન્ટ હોય તો તે પણ ઘણી રાહત આપે છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.