જમ્યા પછી તરત પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો, થઇ શકે છે આ નુકસાન
હેલ્થ એક્સપર્ટના મતે જો તમે દરરોજ 3 થી 4 લીટર પાણી પીઓ છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. મોટાભાગના લોકો જમતી વખતે અથવા જમ્યા પછી તરત જ પાણી પીતા રહે છે. ડૉક્ટરો આને ટાળવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા થઈ શકે છે. આવું કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે
જમ્યા પછી તરત જ પાણી પીવાના ગેરફાયદા
નિષ્ણાતોનું કહેવું છે કે જો તમે જમ્યા પછી તરત જ પાણી પીતા હોવ તો તેની પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે. આમ કરવાથી પાચન યોગ્ય રીતે થતું નથી અને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે, તેથી જમ્યાના થોડા સમય પછી જ પાણી પીવું જોઈએ.
જમ્યા પછી તરત જ પાણી પીશો તો શું થશે?
હેલ્થ એક્સપર્ટના મતે તમે જમ્યા પછી તરત જ પાણી પીતા હોવ તો તેનાથી ખોરાક પચવાનો કુદરતી સમય બદલાઈ જાય છે. જેના કારણે તમને જરૂરિયાત કરતા વધુ વાર ભૂખ લાગવા લાગે છે, તમે વધુ પડતું ખાવાનું શરૂ કરો છો, જેના કારણે તમારું વજન વધી શકે છે અને તમે મેદસ્વી બની શકો છો. આ કારણે પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે. પેટમાં ખેંચાણ અને દુખાવો શરૂ થઈ શકે છે. આ કારણે, ઇન્સ્યુલિન સ્પાઇકનું જોખમ પણ છે.
જમ્યા પછી પાણી ક્યારે પીવું
નિષ્ણાતો કહે છે કે તમે ઓછામાં ઓછા 30 મિનિટ એટલે કે ભોજન પહેલાં અથવા પછી અડધા કલાક પાણી પી શકો છો. ખોરાક ખાધા પછી અને પાણી પીતા પહેલા 10 મિનિટ ચાલવું વધુ ફાયદાકારક છે. તેનો ખોરાક સરળતાથી પચી જાય છે અને શરીર અનેક સમસ્યાઓથી બચી જાય છે.