- યાદ શક્તિ તેજ બનાવા કોફી પીવી જોઈએ
- કેળા ખાવાથઈ પણ યાદ શક્તિ વધે છે
શિયાળાનો આરંભ થી ગયો છે, બદલતા મોસમ સાથે હવે શરદી જેવી બીમારી સામાન્ય બની ગઈ છે, આ સાથે પુરતી ઊઁઘ ન મળવી જેના કારણે આપણું રુટિન ખોરવાય જાય છે, આવી સ્થિતિમાં તમારે તમારા ખોરાકમાં પણ સુધારો કરવાની જરુર છે, જો તમે સારો ખોરાક લેશો તો ઊઁઘ પુરતી મળશે સાથે જ જો ઊઁઘ ન મળે તો તમારી યાદ શક્તિ પર તેની અસર પડે છે,જેથી ખોરાકની પસંદગી તમારા સ્વાસ્થ્યને સાચવવામાં કારગાર સાબિત થાય છે.
ઊંઘ, ભૂખ કે ખોરાક આ પરિબળો તમને માનસિક રીતે અસર કરે છે તેમજ તમારી યાદશક્તિ અને માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. જ્યારે તમે બીમાર હો ત્યારે તમારું મગજ ઓછી કામ કરે છે, તમને ઘણઈ વસ્તુઓ ભૂલાય જાય છે, કોી વસ્તુ તરત યાદ આવતી નથી આવી સ્થિતિમાં તમે યાદશક્તિ વધારવા માટે ખાસ પ્રકારનો ખોરાક લેવો જોઈએ ,તો ચાલો જાણીએ કે કયા ખોરાકથી યાદ શક્તિ મજબૂત બને છે,
કોળાના બીન્સ – 2. કોળાના બીજ
કોળાના બીજ સાંભળીને તમને એમ થશે કે શું આતે વળી ખાવાથી મગજ ફાસ્ટ ચાલે છે, પમ હા આ વાત સાચી છે, આ એક સુપરફૂડ છે જે પ્રોટીન અને ફાઇબરથી ભરપુર છે. કોળાના બીજમાં રહેલા ખનિજો તમારી વિચારશક્તિ અને યાદશક્તિને જાળવી રાખવાની તમારી ક્ષમતાને વધારવા માટે પૂરતા શક્તિશાળી છે. કોળાના બીજ તણાવની સ્થિમાં રાહત આપે છે.
બ્લુબેરી – યાદશક્તિને મજબૂત બનાવવા માચે બ્લુબેરી ખાસ ફાયદો કરાવે છે.કારણ કે તેમાં ફાઈબરનો સ્ત્રોત રહેલો છે. તે તમારી યાદશક્તિ વધારવા માટે શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ વધારનાર અને ઉત્તમ નાસ્તો ખોરાક છે.
ચોકલેટ (ડાર્ક) – સામાન્ય રીતે ચોકલેટ સૌ કોઈને ભાવે છે પરંતુ તેનાથી ફાયદો પણ થાય છે,ડાર્ક ચોકલેટ ખાવાથી તણાવમાંથી છૂકારો મળે છે, મન શાંત થાય છે, અને યાદ શક્તિ મજબૂત બનાવે છે.તેનું સેવન ડિપ્રેશનની વધતી શક્તિને દૂર કરે છે અને યાદશક્તિમાં સુધારો કરે છે.
કોફી – કોફી એક એવું પીણું છે, જે લાંબા સમય સુધી યાદશક્તિ વધારવાનું કામ કરે છે. તે એક દવાની જેમ કામ કરે છે, જે મગજની કામગીરી પર વધુ અસર કરે છે. એટલું જ નહીં, કેફીનના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પણ છે,જો કે કોફી વધુ પ્રમાણમાં પણ ન વેલી જોઈએ નહી તો નુકાશાન પણ થઈ શકે છે.
અખરોટ – આપણે સૌ કોઈ જાણીએ છીએ અખરોટ ખૂબ જ ગુણકારી છે,તેનો આકારજ મગજ જેવો છે અને તે મગજને પણ તેજ બનાવે છે કારણ કે તેમા રહેલા ગુનણો યાદ શક્તિ પર અસર કરે છે,યાદશક્તિ વધારે છે.