દાંતમાં ખૂબ પીડા થાય છે તો હવે બ્રશના બદલે કરો ઉપયોગ દાંતણનો, દાંતની પીડા સહીત પીડાશ થશે દૂર
- દાંતણ કરવાથી દાંત બને છે મજબૂત
- દાંતને ચમકાવવા દાંતણને બરાબર ચાવવું જોઈએ
- લીમડા અને બાવળનું દાંતણ દાંત માટે ઉત્તમ ગણાય છે
દાંતમા દુખાવો થવાની ઐજકૈલ દરેકને ફરીયાદ રહે છે, ઘણા લોકોને બ્રશ કરવાથી પણ દુખાવો થાય છે જો કે ટૂથપેસ્ટથી બ્રશ કરવું જે આજની પધ્ધતિ છે,જો કે, વર્ષો પહેલા પ્રાચીન સમયમાં જ્યારે આવી કોઈ પેસ્ટ કે બ્રશની શોધ નહોતી થઈ ત્યારે લોકો દાંતણથી દાંત સાફ કરતા હતા, તેથઈ જ પહેલાના લોકોના દાંત ખૂબ જ મજબૂત હતા, પેસ્ટ કરતા દાંતણના ઘણા ફાયદાઓ થાય છે,આજે પણ ગામડાઓમાં દાંતણનું ચલણ જોવા મળે છે,જેમાં લોકો મુખ્યત્વે બાવળનું અને લીમડાનું દાંતણ કરતા હોય છે, તો ચાલો જાણીએ આ બન્ને દાંતણ કરવાથી થતા ફાયદાઓ.
લીમડા તથા બાવળમાં સમાયેલા એન્ટિબેક્ટેરિયલ ગુણોથી તો સૌ કોઈ વાકેફ છીએ જ ,એ જ રીતે લીમડાની ડાળખી અને બાવળની ડાળખીનું દાંતળ પણ આપણ દાંતને બેક્ટેરિયાથી બચાવવાનું કામ કરે છે, આ સાથે જ આ બન્ને દાંતણ દાંતને મજબૂત બનાવે છે દાંતણથી દાંતની પીળાશ દૂર થાય છે અને દાંત સફેદ ચમકી ઉઠે છે.લીમડાના દાંતણ કરવાબન્ને દાંતણને ચાવવાથી એક ફાયદો એ પણ છે કે આથી પેઢાની મજબૂતાઈ વધે છે.
આ માટે દાંતણને ઉપરના દાંતમાં ઉપરથી નીચે તરફ અને નીચેનાં દાંતમાં નીચેથી ઉપર તરફ લઈ જાવ. તેનાથી પેઢા મજબૂત થશે.જો તમે નિયમિત રૂપે લીમડાના દાંતણથી દાંતની સફાઈ કરો છો તો તમને પાયોરિયાની તકલીફ ક્યારેય થશે નહી. તેના માટે તમે દાંતણને દાંતમાં રાખી શકો છો અને તેને ઉપર નીચેના દાંતમાં રીતે ફેરવો. જેનાથી સફાઈ બરાબર થાય.
આજ રીતે બાવળના દાંતણ કરવાથી પણ દાંતને લગતા તમામ ફાયદાઓ થાય છે, આ બન્ને દાંતણનો રસ પાચનક્રિયાને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે,બાવળનું દાંતળ ચાવવાથી બુદ્ધી ક્ષમતાની સાથે સાથએ યાદશક્તિ તેજ બનાવે છે,