Site icon Revoi.in

ઘરમાં ઉંદરનો ત્રાસ છે તો હવે અપનાવો સરળ ઉપાય અને મેળવો છૂટકારો

Social Share

ઘરમાં ઉંદરોની દોડાદોડ હોય તો સ્વાભાવિક રીતે તે વાત કોઈને ગમે નહી. તમામ લોકોને આ વાત ખટકે કે ઘરમાં ઉંદર ન હોવા જોઈએ કારણ કે તે નુક્સાન કરી શકે છે. તો હવે આ માટે સરળ ઉપાયો અપનાવો અને ઉંદરને ઘરમાંથી ભગાવો.

ઉંદરો ડુંગળીની ગંધથી દૂર ભાગે છે કારણ કે તેની ખૂબ તીવ્ર હોય છે. એક ડુંગળીને ટૂકડાઓમાં કાપીને ઉંદરોની અવરજવર વાળી જગ્યાઓ પર રાખી દો. તેનાથી પણ ઉંદરો ભાગી જશે. આ ઉપરાંત ઉંદરોના આતંકથી પરેશાન થઇ ગયા છો તો ગાયનું છાણ તમારી સમસ્યાઓ દૂર કરી શકે છે. તેના માટે ગાયના છાણને ઉંદરના દર પાસે રાખી દો.

ફુદિનાનાં તેલના અનેક ઔષધિય ગુણો છે અને તે આપણને ઘણી રીતે કામ આવી શકે છે. તમે તેના ઉપયોગથી ઘરમાંથી ઉંદરો પણ ભગાવી શકો છે. કારણ કે તેની સુગંધ ખૂબ તીવ્ર હોય છે તેથી ઉંદરો તેની ગંધ સહન કરી શકતા નથી અને ભાગી જાય છે. તેના માટે ફુદીનાના તેલને રૂમાં લગાવીને ઉંદરના દર પાસે કે તેના આવવા જવાના સ્થાન પર લગાવી દેવાથી ઉંદરો ભાગી જશે.

ઘરમાંથી ઉંદરો ભગાવવા માટે તમે રસોડામાં ઉપયોગમાં આવતા લાલ મરચા પાઉડરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે કંઇ વધુ કરવાની જરૂર નથી, બસ સૂકો મરચા પાઉડર ઉંદરના દર પાસે રાખી દો. તેની ગંધથી પણ ઉંદરો ભાગ જશે.