- દાંતના દુ:ખાવાને હળવાશમાં ન લેશો
- તકલીફ વધશે તે અસહ્ય થશે દર્દ
- શક્ય એટલું જલ્દી લાવો તેનું નિવારણ
આજકાલ કેટલાક લોકોને દાંતના દુ:ખાવાની સમસ્યા હોય છે. આ માટે કેટલાક લોકો ધ્યાન નથી આપતા પણ તે લોકોએ ધ્યાન આપવું જોઈએ. હવે એક મિનિટમાં પણ આ દુ:ખાવાને દુર કરી શકાશે પણ તેના માટે આ રીતે પગલા ભરવા પડશે.
લવિંગ પાવડર અને નાળિયેર તેલનું મિશ્રણ આ સમસ્યાને કુદરતી રીતે ઉકેલવા માટે પૂરતું છે. એક મિનિટમાં દાંતના દુ:ખાવામાંથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાય શ્રેષ્ઠ દવા છે. અડધી ચમચી લવિંગ પાવડર અને અડધી ચમચી નારિયેળ તેલનું મિશ્રણ બનાવીને પીડાદાયક દાંત કે પેઢા પર આ મિશ્રણ લગાવવાથી એક મિનિટમાં દાંતનો દુ:ખાવો ગાયબ થઈ જશે.
જે કોઈ દાંતના દુ:ખાવાથી પીડાય છે તે જ સમજે છે કે શરીરમાં સૌથી ખરાબ અને હેરાન કરનારી પીડા દાંતનો દુ:ખાવો છે. જે ખરેખર અસહ્ય છે. હકીકતમાં, તેની પીડા એટલી તીવ્ર હોય છે કે તે તમને મૂંઝવણમાં મૂકે છે. સામાન્ય રીતે, દાંતનો દુ:ખાવો મોડી સાંજે અનપેક્ષિત રીતે જોવા મળે છે અને તે સમયે ડોક્ટર પાસે જવું શક્ય નથી. દાંતનો દુ:ખાવો એવો છે કે ઊંઘમાં પણ તે અનુભવી શકાય છે. જેના લીધે ખાવું અને સૂવું બંને ખોરવાય છે. પરંતુ ડોક્ટરને મળતા પહેલા માત્ર એક મિનિટમાં આ જીવલેણ પીડામાંથી છુટકારો મેળવવા માટે બે બાબતો કરવાની જરૂર છે.