Site icon Revoi.in

શું તમને નાક પર વ્હાઈટ એન્ડ બ્લેક ડોટ વારંવાર થાય છે, તો હવે ચિંતા છોડો.જોઈલો આ ટિપ્સ

Social Share

શિયાળાની સિઝનમાં સ્કિનની એનેક પ્રોબલેમ થાય છે ખીલ, ચહેરા પર ડાઘ થવા ,આંખો નીતે કાળા કુંડાળા થવા અને ખાસ કરીને ઘણા લોકોને નાકના ટોચ પર વ્હાઈટ અને કાણા ટોડ ખીલના રુપમાં ઉપસી આવે છે, અને તેની અંદર જીણા જીણા દાણાઓ ઉપસેલા દેખાય છે જેને લઈને ચહેરાની સુંદરતા નિરસ થઈ જતી હોય છે, જો હવે તમને પમ નાક પર આ પ્રકારના દાણા થાય છે ચો તમે ચિંતા છોડી છો, અને વાંચીલો કેટલીક આ ટિપ્સ જે ખૂબ ઓછી ખર્ચાળ અને ઘરે રહીને અપવાની શકાય છે.

ટામેટાનો પલ્પ

ટામેટાનો પલ્પ લઈને તેમાં એક ચમચી લીબુંનો રસ એડ કરો, હવે તમારા નાક પર જ્યાં જ્યાં દાણાઓ છે ત્યા આ પલ્પ લગાવીને 5 થી 8 મિનિટ મસાજ કરો, મહિનામાં આમ 5 થી 6 વખત કરવાથી દાણાઓ સ્કિનની અંદરથી નાશ પામશે,

ઓલિવ ઓઈલ

ઓલિવ ઓઇલથી નાક પર હળવા હાથે માલિશ કરવું.તેનાથી નાકની સ્કિન પરના દાણાઓ દૂર થાય છે.અને સ્કિન ડેમજ થતી અટકે છે

વારંવાર નાકને ટચ કરવું નહી

આ નાક પર થતા દાણાઓ કોઈને પણ ગમે ત્યારે થઈ શકે છે. જો આ ફોલ્લીઓ થાય તો તેને વધુ થતી અટકાવવા માટે તમારે તેને વારંવાર અડકવું ન જોઈએ. આવું કરવાથી તમારી સ્કિન પર માત્ર ડાઘ અને ધબ્બા થવાની શક્યતા વધે છે.

જૂવારનો લોટ

જૂવારનો લોટ સ્ક્રબનું કાર્ય કરે છે, જેથી નાક પરના દાણાને દૂર કરવા જૂવારના લોટમાં મધ મિક્સ કરીને તેને નાક પર મસાજ કરવાથી આ દાણાઓ દૂર થાય છે અને નાકની સ્કિન સ્મૂથ બને છે.

બેસન અને લીબુંનો રસ

એક ચમચી બેસનમાં જરુર પ્રમાણે લીબુંનો રસ નાકી પેસ્ટ બનાવી આ પેસ્ટ નાક પર લાગાવી રાખવી., જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને હળવા હાથે મસાજ કરી લેવો આમ કરવાથી નાક ક્લિન બનશે.