તમારા નખમાં ફંગસ જમા થાઈ છે,તો હવે ચિંતા છોડો અને આ ઘરેલું ઉપચારને કરો ફોલો, ફંગસ થી જશે ગાયબ
- નખમાં ફંગસ દૂર કરાવાન ઉપાયો
- આ રીતે ફંગસમાંથી મેળવી શકો છો છૂટકારો
જેમ તમે વાળ અને ચહેરાની કાળજી લો છો, તેવી જ રીતે હાથ અને પગના નખની પણ ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે તે તમારી સુંદરતામાં પણ વધારો કરે છે. તમે ઘણા લોકોના નખ પર પીળાશની ખરબચડી જોઇ હશે જે ફંગલ ઈન્ફેક્શનને કારણે થાય છે.આ માટે ઘરેલું ઉપચાર તમને કામ લાગી શકે છએ.જેનાથી આ પીળાશ અને ઈન્ફેક્શન ને દૂર કરી શકાય છે.
નખમાં ફંગલ થવાનું કરાણ ન તેમને યોગ્ય રીતે સાફ ન કરવાનું છે. જેના કારણે તેમાં ગંદકી જામી જાય છે. તમારી આંગળીઓમાં ઈજા થવાને કારણે પણ આવું થઈ શકે છે છેવટે પીળાશ નખમાં જામ થાય તે પીળાશ ફઁગલ બની જાય છે.
જ્યારે પણ તમારા નખમાં ફૂગ હોય તો તેનાથી રાહત મેળવવા માટે નારિયેળનું તેલ લગાવો. ફૂગથી છુટકારો મેળવવા માટે આ સૌથી અસરકારક રેસીપી છે.નારીયેળના તેલથી ફંગસ દૂર થાય છે અને પીળા પડેલા નખ સફેદ પણ થાય છે.
આ સહીત બીજો એપ્શન છે એલોવેરા જેલ કારણ કે તેમાં એન્ટિફંગલ ગુણ હોય છે. આવી સ્થિતિમાં તેને લગાવવાથી નખમાં જમા થયેલી ગંદકી આપોઆપ બહાર આવવા લાગે છે. તેથી જ તેને પણ લાગુ કરો.
આ સાથે જ વિનેગર પણ બેસ્ટ રીત છે. વિનેગરમાં પણ એન્ટિફંગલ ગુણો જોવા મળે છે, જે ફંગલ ઘટાડવા માટે સારી રીતે કામ કરે છે. તમારે ફક્ત તમારી આંગળીઓને વિનેગરમાં થોડું પાણી ભેળવીને ડૂબાડવાની છે, તેનાથી તમને ઘણી હદ સુધી રાહત મળશે.આ માટે વ્હાઈટ અને બ્લેક બન્ને વિનેગર ઉપયોગમાં લઈ શકો છો.
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી નખમાં જમા થયેલી ગંદકી સાફ થઈ જાય છે. તમે તેની પેસ્ટ બનાવીને તમારા નખ પર લગાવી શકો છો.
tags:
nail fungus