મોબાઈલ લગભગ મોટા ભાગના લોકોની બેઝિક જરુરીયા બની ગયો છે, ઘણા એવા લોકો છે જે સમયઅંતરે પોતાનો ફોન બદલે છે અને નવો ફોન ખરીદે છે,જો કે નનો ફોન ખરીદીને તમે બિંદાસ નથી થતા કારણ કે ફોન ખરીદીને તમારે તરત કેટલાક જરુરી કામ પતાવાના હોય છએ નહી તો તેનાથી તમને નુકશાન થાય છે,તો હવે તમે કહેતા હશો કે નવો ફોન લઈએ ત્યારે શું કામ પહેલા કરવાનું,તો ચાલો જાણીએજો તમે નવો મોબાઈલ ખરીદો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નહિંતર, તમને નુકસાન પણ થઈ શકે છે.
સ્કિનગાર્ડ લગાવો
જો તમે નવો મોબાઈલ લીધો છે, તો તમારા માટે જરૂરી છે કે સૌથી પહેલા તમે તેમાં ટેમ્પર્ડ ગ્લાસલગાવો આમ કરવાથી તમારા મોબાઇલની સ્ક્રીનને વારંવાર સ્પર્શ કરવા સહિત અન્ય વસ્તુઓથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે ફોન પડી જાય તેના કારણે સ્ક્રીનને નુકસાન થતા તે બચાવે છે.
મોબાઈલમાં કવર લગાવો
જો તમે નવો મોબાઈલ લીધો હોય તો પહેલા તેનું કવર લઈ લેવું નહી તો ફોનની બેક સાઈડ ખરાબ થી શકે છે,નવો મોબાઈલ ખરીદ્યા પછી તેમાં બેક કવર લગાવવું જોઈએ, કારણ કે જો તમે આવું ન કરો અને જો મોબાઈલ પડી જાય તો મોબાઈલ તૂટી શકે છે જેના કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.
આઈફોન જેવા મોંધા ફોન લેવાના કિસ્સામાં વીમો કરાવી લો
ઓનલાઈનથી લઈને ઓફલાઈન સુધી, તમને ઓછી કિંમતથી લઈને લાખો રૂપિયા સુધીના મોબાઈલ ફોન મળશે, જેમાંથી લોકો તેમની પસંદગી પ્રમાણે તેમને પસંદ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે મોંઘો મોબાઈલ ફોન લઈ રહ્યા છો, તો તમે તેનો વીમો કરાવી શકો છો જેનાથી ફોનને કઈ પણ થાય તો તમને તેનું વળતર મળી શકે,ઘણા ઓછા લોકો જાણતા હશે કે મોંધા ફોન માટે વીમા પોલીસી હોય છે.
પાસવર્ડ રાખોમો – બાઈલ ફોનમાં ફોટા, વીડિયોથી લઈને બેંકિંગ માહિતી વગેરે વિવિધ પ્રકારની વસ્તુઓ હોય છે. તેથી, જો તમે નવો મોબાઈલ ખરીદો છો, તો તેમાં પેટર્ન, ફેસ લોક વગેરે ચોક્કસ લગાવો, જેથી મોબાઈલ ચોરીના કિસ્સામાં તમારો ડેટા સુરક્ષિત રહી શકે.અનેપાસવર્ડ કોઈ સાથે ભૂલમાં પણ શેર ન કરવો જોઈએ.