શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય તો આ ડ્રાયફૂટથી તમને થશે ફાયદો
- કોલેસ્ટ્રોલની સમસ્યા છે ?
- તો રાખો આ વાતોનું ધ્યાન
- ડાયટમાં ખાસ વસ્તુંઓને ઉમેરો
કોલેસ્ટ્રોલ એ ગંભીર બીમારી છે અને તેની અવગણના કરવી જોઈએ નહીં. કોલેસ્ટ્રોલ વધવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ મળી શકે છે,જાણકારોના કહેવા પ્રમાણે કોલેસ્ટ્રોલ વધે તો હાર્ટ એટેક આવવાવાની સંભાવના સૌથી વધારે થઈ જાય છે. કોલેસ્ટ્રોલની જાણ થતા લોકો કેટલાક પ્રકારના ફળ અને શાકભાજી ખાવાનું મુકી દેતા હોય છે પણ કેટલાક ડ્રાયફ્રૂટ એવા હોય છે કે જે કોલેસ્ટ્રોલની બીમારીવાળા દર્દીને શરીરમાં રાહત આપે છે.
એવું માનવામાં આવે છે કે કેટલાક હેલ્ધી ડ્રાય ફ્રુટ્સ ખાવાથી વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.એવું માનવામાં આવે છે કે અખરોટ, બદામ, પિસ્તા અને બીજનો સમાવેશ કરવો જોઈએ.દરરોજ પિસ્તા પણ ખાવા જોઈએ. થોડા પિસ્તા ખાવાથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે. વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે પિસ્તા પણ ખાવા જોઈએ.
કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે અખરોટનો પણ સમાવેશ કરી શકો છો. અખરોટ ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને મોનોસેચ્યુરેટેડ ફેટ ભરપૂર માત્રામાં હોય છે. બદામને પણ આહારમાં સામેલ કરવી જોઈએ. ફિટ રહેવા માટે દરરોજ બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. બદામમાં એમિનો એસિડ હોય છે જે શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડ બનાવે છે.