Site icon Revoi.in

એક કરતા વધારે બીમારી હોય તો ટામેટા ન ખાવ, શરીરની આ રીતે રાખો કાળજી

Social Share

સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું તે દરેક લોકોની સૌથી પહેલી જવાબદારી છે. કેટલાક લોકો પોતાનું ડાયટ પ્લાન બદલી દે છે તેના કારણે કેટલાક લોકોને રાહત મળે તો કેટલાક લોકોને રાહત મળતી નથી. આવામા જે લોકોને એક કરતા વધારે બીમારી હોય શરીરમાં તે લોકોએ ટામેટાનું સેવન કરવું જોઈએ નહી.

જાણકારી અનુસાર જે લોકોને પિત્તાશય અથવા કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે ટામેટાંનું સેવન ટાળવું જોઈએ. ટામેટાંમાં કેલ્શિયમ વધુ હોય છે. ટામેટાંનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમ ઓક્સાલેટનું પ્રમાણ વધે છે. આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી કિડનીમાં પથરીની સમસ્યા વધુ ઝડપથી વધી જાય છે તો બીજી તરફ જો લોકોને પહેલાથી જ પથરીની સમસ્યા હોય તો તેમણે પણ ટામેટાંનું સેવન ન કરવું જોઈએ.

ટામેટા એક એવું શાક છે જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તમને દરેક સિઝનમાં ટામેટાં સરળતાથી મળી રહે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. કેટલાક લોકો ટામેટાનું સેવન સલાડ તરીકે કરે છે તો કેટલાક લોકો તેને સૂપ, શાક કે ચટણીના રૂપમાં ખાવાનું પસંદ કરે છે. જો કે ટામેટા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તે સ્નાયુઓના દુખાવા અને આંખોની રોશનીથી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.

ટામેટાંમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોય છે, જે પેટમાં પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. ટામેટાંનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પેટમાં ગેસ, હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ટામેટાંનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.