- ફૂદુનો અને તેનું તેલ ખૂબ જ કારગાર છે અપચા માટે
- આ સાથે જ મરી અને સંચળનો પણ ઉપયોગ કરવો જોઈએ
આજકાલની જે ફાસ્ટ લાઈફ આપણે જીવી રહ્યા છે તેમાં આપણ ીપાચનક્રિયા પર ખૂબ ખરાબ અસર થી રહી છે,બહારનું ભોજન ,ફાસ્ટ ફૂડ અને મિલાવટી વસ્તુઓ ખાવાના કારણે પેટ સમય કરતા પહેલા જ જાણે ખરાબ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં ઘણા લોકોને અપચા અથવા ગેસ જેવી સમસ્યાઓ કાયમ રહે છે,તો આજે જાણીએ એવી સ્થિતિમાં કયા ઘરેલું નુસ્ખાઓ કામ લગી શકે છે.આ એવા નુસ્ખાઓ છે જેને અપનાવશો તો તમારી અપચાની સમસ્યા જળમૂળમાંથી મટી જશે, પરંતુ તમારે પણ ખોરાક બાબતે ધ્યાન રાખવું પડશે.
આ કેટલાક નુસ્ખાઓ જાણીલો જે કારગાર સાબિત થશે પેટની સમસ્યામાં
ફીદીનોઃ- તેનો ઉપયોગ જઠરાંત્રિય બિમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. ફૂદીનામાં એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટીઑકિસડન્ટ, ઇમ્યુનોમોડ્યુલેટિંગ અને એનેસ્થેટિક પ્રવૃત્તિઓ હોય છે,જ્યારે પણ પેટની કો ઈસમસ્યા જણાય એઠલે 10 થી 12 પાન ચાવી જવા જોઈએ અને રસ ગળી જવો જોઈએ આ પેટ માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે.
સાદી સોડાઃ- આ સાથે જ અસ્વસ્થ પેટ, ઉલટી અને ઝાડા ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે. ઇલેક્ટ્રોલાઇટ્સ સાથેના સ્પોર્ટ્સ ડ્રિંક્સ એ ડિહાઇડ્રેશનને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તમે સાદી સોડા પી શો છો, જો તમે ઈચ્છો તો તેમાં લીબુંનો રસ મરીનો પાવડર અને સંચળ એડ કરીને પી શકો તેનાથી ગેસમાં રાહત મળે છે.
આદુઃ- જ્યારે પણ તમને પેટમાં ખૂબ ગેસ હો. ત્યારે આદુનો રસ કાઢીને એ રસ પી જવો જોઈએ એક ચમચી જેટલો રસ તમારી ઘણી બધી પેટની તકલીફને દૂર કરી દેશે
અજમોઃ- ખાસ કરીને એજમો કે જે, એસિડિટી, પેટનું ફૂલવું વગેરે સહિત અનેક પાચન વિકારને દૂર કરવા માટે બેસ્ટ ગણાય છે. અજમામાં સક્રિય ઉત્સેચકો હોજરીનો રસ હળવો કરીને પાચન તંત્રને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.એજમાને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડપ પાડીને પી શકો છો.
સંચળઃ- સંચળ ગેસને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે,જે લોકોને પેટમાં સતત દુખાવો રહેતો હોય તેમણે એક કપ પાણીમાં થોડો સંચળ અને લીબું નાખીને એક શ્વાસે તે પાણી પી ડવું જોઈએ જો ઈચ્છો તો 2 નંગ મરીને વાટીને તેમાં એડ કરી શકો છો,જેનાથી અપચામાં રાહત મળે છે.