Site icon Revoi.in

ટ્રાવેલિંગમાં ઉલ્ટીની સમસ્યા છે તો જોઈલો તેનો રામબાણ ઈલાજ ઘરે બનાવો આ ચૂર્ણ અને ઉલ્ટીમાંથી મેળવો છૂટકારો

Social Share

આપણે બસમાં , ટ્રેનમાં કે ફ્લાઈટમાં જ્યારે પમ મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ઘણા લોકોને જીવ મચલવો કે પછી વોમિટ થવી તેવી સમસ્યાઓ હોય છે,પ્રવાસ પર જતા લોકો જ્યારે પહાડી વિસ્તારોમાં ટ્રાવેલિંગ કરે છે તો ઉલ્ટીની સમસ્યા વધી જાય છે જેના કારણે ફરવાની મજા બગડે છે.ઘણી દવાઓ પીવાથી અનેક નુસ્ખાો કરવાથી પણ જો વોમિટ બંધ નહી થતી તો આજે તમારા માટે હોમમેડ ચૂર્ણ લઈને આવ્યા છે. જે ઉલ્ટી માં  રામબાણ ઈલાજ સાબિત થશે.

સામગ્રી

સૌ પ્રથમ એક કઢાઈમાં અજમો અને જીરું થોડા બ્રાઉન થાય ત્યા સુધી શેકીલો ત્યાર બાદ તેને ઠંડુ પાડો હવે ા બન્નેને મિક્સરની જારમાં વલઈને જીણો પાવડર બનાવીલો,

હવે તેને એક ડિશમાં કાઢીલો હવે તેમાં મરી પાવડર અને સંચળ ઉમેરીને બરાબર મિક્સ કરીદો, હવે આ ચૂર્ણને એક ડબ્બીમાં ભરી દો.

હવે તમે ઘરેથી જ્યારે પણ ટ્રાવેલિન્ગમાં નીકળી રહ્યા હોવ ત્યારે એક લીબું જોડે લઈલો અને આ ચૂર્ણ પણ સાથે રાખો, જ્યારે તમને વોમિટ જેવું ફીલ થાય એટલે લીંબુના અડધા ટૂડકા પર ચૂર્ણ ભભરાવીને તેને ખાતા રહો જીભ વડે તેને ચાટતા રહો આમ કરવાથી તમને વોમિટ થશે નહી, આ સાથે જ ચક્કર પમ આવશે નહી તમારો જીવ મચલાતો હશે તે પણ બંધ થઈ જશે.