Site icon Revoi.in

જો તમને આ બીમારીઓ છે,બપોરે સુવાની ભૂલ ન કરતા

Social Share

હંમેશા સુવા માટેનો સમય જો શ્રેષ્ઠ હોય તો તે છે રાત્રીનો સમય, ઘણા મોટી ઉંમરના લોકો કહે છે કે રાત્રીના સમય સીવાય દિવસના સમયે સુવાની આદત પાડવી જોઈએ નહીં. આ પાછળ પણ કેટલાક કારણો છે, અને જે લોકોને હ્યદય રોગની સમસ્યા હોય, કફની સમસ્યા હોય અને જે લોકોમાં મેદસ્વિતા હોય તેમણે બપોરના સમયે સુવુ જોઈએ નહી.

આ પાછળના કારણ એ છે કે જે લોકોને કફ પ્રકૃતિ છે એટ્લે કે તેઓ કઈપણ ખાય, ઋતુ પરીવર્તન થાય, થોડુક ઠંડુ ખાય, ક્યાક બહારગામ ફરવા જાઓ તો પણ કફ થઈ જાય છે,તો આવા લોકોએ ક્યારેય સૂવું નહીં.કારણ કે બપોરે સૂવાથી કફ દોષ વધી શકે છે કારણ કે દરેકની શરીરની તાસીર અલગ અલગ હોય છે.

જે લોકો શરીરે જાડા છે વધારે પડતું વજન ધરાવે છે એ લોકોએ પણ બપોરે ક્યારેય ન સૂવું જોઈએ.કારણ કે વજન વધશે એટ્લે ગોઠણના દુખાવા થશે, કોલેસ્ટ્રોલ, બીપી વધવાની શક્યતા ઊભી થાય છે.હાથ-પગના દુખાવા થવાની શક્યતા ઊભી થાય છે,માટે મેદસ્વી વ્યક્તિએ ક્યારેય સૂવું ન જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ માહિતીને માન્યતાને આધારે લખવામાં આવી છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.