Site icon Revoi.in

આઝાદીના રીયલ હિરો પર આધારિત આ ફિલ્મો જો તમે નથી જોઈ તો એક વાર જરુર જોજો,તમારી આંખો થશે નમ,

Social Share

મુંબઈઃ-સ્વતંત્રતા દિવસ નિમિત્તે તમે અનેક દેશભક્તિની ફિલ્મો જોઈ હશે. આ ફિલ્મો જોઈને દરેક સામાન્ય માણસની છાતી ફુલી જાય છે.દેશભક્તિની ફિલ્મો જોઈને સૌ કોઈના રુંઆટા ઊંભા થઈ જાય છે, દરેકની આખા નમ થાય છે,દેશ પ્રત્યે એક અલગ લાગણીનો અહેસાસ થાય છે.આપણા રગેરગમાં દેશભક્તિનો પ્રવાહ વહેતો થાય છે.

સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભક્તિ ફિલ્મો જેમ કે ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક, સ્વદેશ, રંગ દે બસંતી, લક્ષ્ય, બોર્ડર, એલઓસી, ધ ગાઝી એટેક, મિશન કાશ્મીર, નેતાજી સુભાષચંદ્ર બોઝ: ધ ફોર્ગોટન હીરો, ટેંગો ચાર્લી, મંગલ પાંડે, ધ લિજેન્ડ ઘણા ભગત સિંહ, કેસરી, રાઝી જેવી ફિલ્મમો સ્વતંત્રતાનું મહત્વ સમજાવે છે,

આજે આપણે કેટલીક એવી ફિલ્મો વિશે વાત કરીશું જે આદાઝીના ખરા હિરો પણ આઘારિત છે, જેણ ખરેખરમાં પોતાની જાનનું બલિદાન આપીને દેશને આઝાદ કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે.

ઝાંસીની રાણી વર્ષ 1953-  આપણા દેશની આઝાદીમાં રાણી લક્ષ્મીબાઈની ભૂમિકાને કોઈ ભૂલી શકે નહી. આવી સ્થિતિમાં વર્ષ 1953 માં દિગ્દર્શક સોહરાબ મોદીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું જીવન પડદા પર બતાવ્યું. દાયકાઓ પછી, કંગના રાણાવતે મણિકર્ણિકામાં રાણી લક્ષ્મીબાઈના પાત્રને પુનર્જીવિત કર્યું, જેને દર્શકોનો પ્રેમ મળ્યો. આ ફિલ્મ સ્વતંત્રતા પ્રસંગે પરિવાર સાથે જોઈ શકાય છે.

શહીદ વર્ષ 1965- શહીદ ભગત સિંહ પર બનનારી પ્રથમ ફીચર ફિલ્મ વર્ષ 1965 માં શહીદ-એ-આઝમ ભગત સિંહ હતી. તે દરમિયાન ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું હતું. ફિલ્મમાં મનોજ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી ભગત સિંહ પર ઘણી વધુ ફિલ્મો બની પરંતુ મનોજ કુમાર જેવું પાત્ર બીજું કોઈ ભજવી શક્યું નહીં. જોકે અજય દેવગણ અભિનીત ભગત સિંહને પણ દર્શકોનો પ્રેમ મળ્યો.

ગાંધી વર્ષ 1982-  આ ફિલ્મની ખાસ વાત એ છે કે ગાંધીજીના જીવન પર આધારિત આ ફિલ્મ વિદેશીઓએ બનાવી હતી. હકીકતમાં, એક વિદેશી ગાંધીના એટલા પ્રસંશક હતા કે તેમણે તેમના પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. વિદેશીઓએ પણ ફિલ્મમાં મુખ્ય પાત્ર લખવાની અને નિર્દેશનની જવાબદારી લીધી. પરંતુ ભારત સરકાર અને લોકોનો પણ ફિલ્મના નિર્માણમાં મહત્વનો ફાળો હતો. આ ફિલ્મને આખી દુનિયામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરિણામે, આ ફિલ્મ ઓસ્કારમાં 11 કેટેગરીમાં નામાંકિત થઈ હતી, જેમાંથી તે શ્રેષ્ઠ ચિત્ર, નિર્દેશન અને અભિનય સહિત 8 કેટેગરીમાં જીતી હતી. આ સિવાય આ ફિલ્મે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ જીત્યા છે.

સરદાર વર્ષ 1993 – અખંડ ભારત બનાવનાર સરદાર વલ્લભભાઈ પટેલ પર આધારિત આ ફિલ્મમાં પરેશ રાવલે શાનદાર ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે આઝાદી પછી સરદારજીએ દેશને કેવી રીતે એક કર્યો? ફિલ્મમાં ઘણા રસપ્રદ ભાગો છે.

ગલ પાંડે: ધ રાઇઝિંગ વર્ષ 2005- આમિર ખાન અભિનીત આ ફિલ્મ વર્ષ 1857 માં અંગ્રેજો સામેની લડાઈને દર્શાવે છે. મંગલ પાંડે પર બનેલી આ એકમાત્ર ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી. પરંતુ આ ફિલ્મ 1857 ની ક્રાંતિ સંબંધિત માહિતી માટે જોવી જોઈએ .