આ પ્રકારના પાસ્તા તમે ટેસ્ટ નહીં કર્યા હોય,જાણો આજે જ તેને બનાવવાની રીત
લોકોને અત્યારના સમયમાં ખાવાનો ચસ્કો એવો હોય છે કે અઠવાડિયામાં 3-4 દિવસ તો બહાર જમવાનું પસંદ આવતું હોય છે. ફાસ્ટ ફુડ અત્યારના સમયમાં લોકોના જીવનનો એક ભાગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે મસાલા પાસ્તાની તો આ તો લોકોને સૌથી વધારે પસંદ આવી શકે તેમ છે.
મસાલા પાસ્તા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું વાસણ લો અને એમાં પાણી ગરમ કરવા માટે મુકો. પાણી ગરમ થઇ જાય એટલે એમાં પાસ્તા નાંખો. પાસ્તાને 5 થી 6 મિનિટ માટે થવા દો. ત્યારબાદ ચેક કરી લો પાસ્તા થઇ ગયા છે નહીં. ત્યારબાદ કાણાંવાળા વાસણમાં પાસ્તા લઇ લો, જેથી કરીને પાણી નીચે ઉતરી જાય. હવે આ પાસ્તાને ઠંડા પાણીમાં નાંખીને બહાર કાઢી લો.
હવે ડુંગળી, ટામેટા, લીલા મરચા અને આદુને ઝીણું સમારી લો. હવે આ બધી જ વસ્તુઓને મિક્સર જારમાં લઇ લો અને ગ્રાઇન્ડ કરી લો. તો તૈયાર થઇ ગઇ મસ્ત પેસ્ટ. હવે એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે બનાવેલી પેસ્ટ નાંખો અને 1 થી 2 મિનિટ માટે થવા દો. ત્યારબાદ આમાં મેયોનીઝ ચીઝ, ટોમેટો સોસ, લાલ મરચું નાંખીને મિક્સ કરી લો. ત્યારબાદ સ્વાદાનુંસાર મીઠું નાંખો.
આ બધી સામગ્રી સારી રીતે થઇ જાય એટલે એમાં બાફેલા પાસ્તા નાંખો અને હળવા હાથે મિક્સ કરી લો. ગેસ ધીમો કરીને 2 થી 3 મિનિટ માટે થવા દો. હવે ગેસ બંધ કરીને એક પ્લેટમાં લઇ લો. તો તૈયાર છે સ્વાદથી ભરપૂર મસાલા પાસ્તા. હવે આ પાસ્તાને ચીલી ફ્લેક્સ, કોથમીર અને ચીઝથી ગાર્નિશ કરો.