Site icon Revoi.in

જો તમે રોટલીને પેપેરમાં રાખતો હોવ તો ચેતી જજો,તમે નોતરી રહ્યા છો બીમારીને

Social Share

 

આજે પણ ઘણી ગૃહિણીઓ રોટલી બની ગયા બાદ તેને ન્યુઝપેપરમાં લપેટીને રાખે છે જો કે આ આદત હેલ્થ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એથવાૈ તો ટિફીનની રોટલી પણ તમે ન્યૂઝ પેપરમાં લપેટીને મૂકો છો તો તે પણ ખરાબ આદત છે.આ આદત  તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને ખરાબ કરી છે.

અનેક નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે ન્યુઝપેપરના ઉપયોગ ખોરાક મૂકવા માટે કરવો જોખમી હોય છે.લોકો છાપામાં બ્રેડ કે અન્ય ખાદ્ય પદાર્થો રાખે છે, પરંતુ જો તમે કોઈપણ વસ્તુ ગરમ રાખો છો તો ન્યુઝપેપરના છાપકામ કરેલી શાહી ખાવામાં જતી રહે છે પરિણામે તે નુકશાન કરે છે.

કારણ કે આ શાહીમાં ડાઇ આઇસોબ્યુટિલ પ્લેટલેટ્સ અને આઇસોસુયુટીલ જેવા ખતરનાક રસાયણો હોય છે. આ રસાયણો, જ્યારે ગરમ ખોરાકના સંપર્કમાં આવે છે, ત્યારે બાયોએક્ટિવ તત્વને સક્રિય કરે છે, જેથી તે ખોરાકમાં પ્રવેશવાનું શરૂ કરે છે અને તેને ખાવાથી ઝેર પેટમાં પહોંચે છે.’

કોઈ પણ ગરમ ખાદ્ય વસ્તુ છાપાના સંપર્કમાં આવે છે, તો તેની શાહી ઓગળવા લાગે છે અને તે તમારા ખોરાકમાં ભળી જાય છે. આ શાહીમાં ગ્રેફાઇટ નામનું ઝેરી તત્વ હોય તો તે ખોરાક સાથે તમારા શરીરમાં જાય છે. શરીરમાં પહોંચતા જ તે હોર્મોન્સનું સંતુલન બગાડવા લાગે છે, જેના કારણે પ્રજનન ક્ષમતા નબળી પડી જાય છે,આ સાથે જ પેટને લગતી સમસ્યાઓ સર્જાય છે.

શાહીમાં રહેલા ઝેરી તત્વોને કારણે પેટમાં દુખાવો, ચામડીના રોગો, ગેસ વગેરેની સમસ્યા રહે છે. એટલું જ નહીં, જો શાહી પેટમાં જાય છે, તો તે મોં, ગળા અને પેટનું કેન્સર  થવાની શક્યતાઓ પમ વધી જાય છે, એટલે બને તો રોટીને મૂકવા માટે કોટનના અટલે કે સપતરાઉ સફેદ કપડાનો જ ઉપયોદ કરવો જોઈએ.