Site icon Revoi.in

જો આ વસ્તુઓને ઘરમાં રાખશો તો જીવનમાં સુખ-સમૃદ્ધિ રહેશે

Social Share

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલાક લોકો માનતા હોય છે કે ઘરમાં કેટલીક વસ્તુઓને રાખવી જોઈએ અને કેટલીક વસ્તુઓને ન રાખવી જોઈએ. વાસ્તુ દોષ ધનની અછત, શારીરિક અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જીવનમાં ધનની સમસ્યા જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. કેટલાક લોકો પાસે નાણા આવે છે અને તે ઝડપથી જતા રહે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જીવનમાં આર્થિક સંકટને દૂર કરવા માટે ઘરમાં મા લક્ષ્મી અને કુબેરની એક સાથે તસવીર લગાવો. આવકના દેવતા ગણાતા કુબેરનું ચિત્ર ધનની કમી દૂર કરશે, સાથે જ પ્રગતિના નવા આયામો ખોલશે. ધન સાથે મા લક્ષ્મી અને કુબેરના સંબંધને કારણે એવું કહેવાય છે કે આ બંને દેવી-દેવતાઓ એકબીજાના પૂરક છે.

સનાતન ધર્મમાં શંખનું વિશેષ મહત્વ છે. તે ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં નિયમિત રીતે શંખનાદ કરવામાં આવે તો તેનાથી નકારાત્મકતા દૂર થાય છે. ઘરની મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-શાંતિ રહે છે. ભગવાન નારાયણ પોતાના હાથમાં શંખ ધારણ કરે છે. આ સિવાય દેવી લક્ષ્મીને શંખ ખૂબ પ્રિય છે કારણ કે તેની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. જો તમે ઘરમાં શંખ લાવો છો તો તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે અને આર્થિક પરેશાનીઓ દૂર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ માહિતીને માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવી છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.