Site icon Revoi.in

ઘરમાં આ પ્રકારે વાતાવરણ રાખશો,તો માતા લક્ષ્મી થશે નારાજ,ન કરતા આવી ભૂલ

Social Share

માતા લક્ષ્મીની કૃપા વરસે તેવી ઈચ્છા તો દરેક લોકો રાખતા જ હોય છે, માતા લક્ષ્મીને પ્રસન્ન રાખવા માટે પણ લોકો અનેક પ્રકારની આજીજી કરતા હોય છે પણ ક્યારેક લોકો એવી ભૂલો કરતા હોય છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં તકલીફો બની રહે છે.

જેમ કે સુખ-સમૃદ્ધિની કામના માટે દરેક વ્યક્તિ દર વર્ષે દિવાળી પર પોતાના ઘરની સાફ સફાઇ જરૂર કરે છે. જેથી ધનની દેવી લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરે અને તેમની આર્થિક સમસ્યાઓ દૂર કરે. એવું માનવામાં આવે છે કે, મા લક્ષ્મીનો વાસ તે ઘરમાં નથી થતો, જ્યાં ગંદકી અને અશુભ વસ્તુઓ હોય. મા લક્ષ્મીને સાફ સફાઇ ખૂબ જ પસંદ હોય છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવાળી પર ઘરમાં તૂટેલી કે ખંડિત વસ્તુઓ ન હોવી જોઇએ.

માતા લક્ષ્મીની કૃપાને બનાવી રાખવા માટે સૌથી પહેલા તો જો તમારા ઘરમાં કોઈ ઈલેક્ટ્રીકલ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તો તેને રીપેર કરાવી લો અને તેનો ફરી ઉપયોગ કરો અથવા દિવાળી પહેલા તેને ઘરની બહાર ફેંકી દો. ખરાબ ઇલેક્ટ્રિકલ વસ્તુની જેમ, આ તમારા સ્વાસ્થ્ય અને સૌભાગ્ય બંને માટે અશુભ સાબિત થાય છે.

આ પછી ભૂલથી પણ કોઈ પણ દેવી-દેવતાની ખંડિત મૂર્તિ કે છવિની પૂજા ન કરવી જોઈએ. દુર્ભાગ્યથી બચવા માટે આવા ફોટા અને મૂર્તિઓને દિવાળી પહેલા કોઈ પવિત્ર સ્થાન પર લઈ જઈને દાટી દો.