દિલ્હી : અત્યારના સમયમાં ભારતના છોકરામાં એટલે કે યુવા પેઢીને વિદેશમાં ભણવાનો અને ત્યાં જ વસી જવાનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે વાત કરીએ ગુજરાતી અને પંજાબીઓની તો તે લોકો તો જાણો વિદેશને જ પોતાનું બીજુ ઘર સમજતા હોય તેવુ જોવા મળતું હોય છે. આવામાં જો વાત કરવામાં આ વિદ્યાર્થીઓની તો તે લોકોને વિદેશમાં આવતા પહેલા કેટલીક વાતોની જાણ નથી હોતી જે પાછળથી તેમને કેટલીક તકલીફો આપે છે.
જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો વિદેશમાં ભણવા ખૂબ મોટા ખર્ચ થઈ શકે છે. મોટાભાગની ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમની ફી ખૂબ જ ઊંચી હોય છે, જેમાં વિદ્યાર્થીઓ પ્રમાણભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હોસ્ટેલ ફી અને યુનિવર્સિટીના ચોક્કસ શહેરમાં રહેવાનો ખર્ચ એ બીજુ પાસું છે. તેથી વિદેશમાં જવાના વિચારની સાથે વિદ્યાર્થીઓએ તેમની નાણાકીય બાબતો પર નજર રાખવાની જરૂર છે અને ફી ઘટાડવા માટે વિવિધ શિષ્યવૃત્તિઓ મેળવવા માટે પ્રયાસો કરવા જોઇએ.મોટાભાગની યુનિવર્સિટીઓ ટોપ ટાયર શહેરોમાં આવેલી છે. જ્યારે કેટલીક યુનિવર્સિટી ડાઉનટાઉન વિસ્તારોમાં આવેલ હોવા છતાં વધી રહેલા શહેરીકરણના કારણે જીવનનિર્વાહનો ખર્ચ ઝડપથી વધે છે. ખાસ કરીને જો યુનિવર્સિટી લંડન, ન્યૂયોર્ક, પેરિસ, સિડની, બોસ્ટન અને તેના જેવા મોટા શહેરોમાં સ્થિત હોય તો આ ખર્ચ ખૂબ ઊંચો હોય છે.
દરેક કોર્સનો સમયગાળો એકસરખો નથી હોતો, અમુક પ્રોગ્રામ માત્ર 6 મહિના માટે હોય છે, તો અમુકમાં આ સમયગાળો 60 મહિના સુધીનો હોય છે. વિદ્યાર્થીઓએ પોતાના એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અને ભવિષ્યના ઉદ્દેશ્યના આધારે કોર્સ પસંદ કરવો જોઇએ. વિદ્યાર્થીઓને ક્રેડિટ ટ્રાન્સફર કરવા માટે યુનિવર્સિટી તરફથી કન્ફર્મેશનની જરૂર હોય છે. પસંદગીનો કોઈપણ માર્ગ પસંદ કરતા પહેલા સંસ્થા પાસેથી ક્રેડિટનો સ્કોપ અને સ્થાનાંતર વિશે જાણવું જરૂરી છે.