વરસદામાં મેકઅપ કરતી વખતે શું કરવું અને શું ન કરવું જાણીલેશો તો તમારો મેકઅપ રહેશે લોંગ ટાઈમ
- વરસાદમાં હેવી મેકઅપ કરવાનું ટાળો
- ખાસ કરીને કાજલ વધુ ન લગાવવા
- વોટપ પ્રુફ મેકઅપનો કરો ઉપયોગ
દરેક મહિલાઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે તે મેકઅપ પણ કરે છે, પરંતુ હવે વરસાદની સિઝન આવી ચૂકી છે આવી સ્થિતિમાં ઘમા લકો મેકઅપ કરીને બહાર નીકળે છે પરિણામે મેકઅપ રિમૂવ થતા દેખાવ વધુ બગડી જાય છે,જો તમારે વરસાદમાં પણ મેકઅપ સારો રાખવો હોય તો કેટલીક બાબતોનું ચોક્કસ ધ્યાન આપવું પડશે તો તમારો મેકઅપ લોગં ટાઈમ જળવાઈ રહેશે.
વરસાદમાં મેકઅપ કરતા વખતે શું કરવું શું ન કરવું જાણો
1 આઈસ ક્યૂબનો ઉપયોગ કરવો
વરસાદની ઋતુમાં મેકઅપ ઝડપથી બગડતો અટકાવવા માટે તમે ચહેરા પર બરફ લગાવી શકો છો. મેકઅપ કરતા પહેલા 5-10 મિનિટ પહેલા ચહેરા પર બરફ લગાવો, તમારો મેકઅપ લોંગ ટાઈમ ચાલશે.
2 હેવી મેકઅપ વરસાદમાં ન કરો
ધ્યાન રાખો કે ચોમાસામાં ક્યારેય હેવી મેકઅપ ન કરવો જોઈએ. કારણ કે હેવી મેકઅપ પર જ્યારે પાણી પડે છે ત્યારે તે ચહેરાને વધુ બગાડે છે.
3 યોગ્ય વોટપ પ્રુફ મેકઅપનો કરો ઉપયોગ
ચોમાસામાં મેકઅપ કરવા માટે વોટરપ્રૂફ પ્રોડક્ટ્સ જ પસંદ કરો. આ મોનસૂન ઓઈલી ફાઉન્ડેશન, કે ઓઈલી ક્રીમનો ઉપયોગ કરશો નહીં
4 આંખના મેકઅપ પર ધ્યાન આપો
વરસાદની ઋતુમાં પણ આંખો પર કાજલનો ઉપયોગ ન કરો. તેના બદલે, તમે આંખોને આકર્ષિત કરવા માટે એકદમ અને પેસ્ટલ શેડ્સમાં વોટરપ્રૂફ આઈલાઈનર અને આઈશેડો લગાવી શકો છો.
5 બ્લશર લગાવવામાં ધ્યાન રાખો
વરસાદની મોસમમાં ક્રીમ આધારિત લાઇટ બ્લશરનો ઉપયોગ કરો. આ તમારા બ્લશરને લાંબો સમય ટકાવી રાખશે.આ સાથે જ વરસાદમાં ભીના થયા પછી, ટિશ્યુ પેપરની મદદથી ચહેરો લૂછવાથી તમારું બ્લશર બગડશે નહીં. આ ઉપરાંત હોઠ પર જ મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરો.