Site icon Revoi.in

શું તમે ફરવાના શોખીન છો, તો હોટલનું બુકિંગ કરતા વખતે આટલી બાબતનું રાખો ધ્યાન,નહી તો થવું પડશે હેરાન

Social Share

સામાન્ય રીતે આજકાલ સૌ કોઈને બહાર ફરવાનો શોખ હોય છે. બહાર જવા માટે આપણે આગળથી ઘણી તૈયારીઓ કરતા હોઈએ છે, ખાસ કરીને આપણે હોટલ બૂકિંગની તૈયારી પહેલાથી જ કરીએ છે ,ઘણીવાર લોકો હોટલમાં રૂમ બુક કરાવવામાં બેદરકાર હોય છે. લોકો એ વિચારીને બેદરકાર બની જાય છે કે તેઓ ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી જ હોટલ અને રૂમની શોધ કરશે. તે જ સમયે, જ્યારે તમે ગંતવ્ય સ્થાન પર પહોંચો છો, ત્યારે તમે થાકેલા છો અથવા સ્થાન પર ફરવાની ઉતાવળમાં છો. તેથી જ તેઓ વધારે તપાસ કર્યા વગર હોટલ બુક કરાવે છે.

આવી સ્થિતિમાં, હોટલ બુક કરાવતી વખતે તમે ઘણીવાર ભૂલો કરો છો. હોટેલ બુકિંગને લગતી બેદરકારી તમારી સફરની મજા બગાડે છેજો કે હોલ બૂક કરતા વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

. હોટેલમાં રોકાયા પછી ઘણી વખત તમને લાગે છે કે તમારી સાથે છેતરપિંડી થઈ છે. પૈસા પણ વધુ ખર્ચાય છે અને આરામ નથી. આવી સ્થિતિમાં, હોટેલ બુક કરાવતા પહેલા, કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી મુસાફરીની મજા કઠોર ન બને.

હોટેલ લોકેશન

 હોટેલ બુક કરતી વખતે હોટેલના લોકેશનને ધ્યાનમાં રાખો. સૌથી મહત્વની બાબત એ છે કે હોટેલ સુરક્ષિત જગ્યાએ હોવી જોઈએ. શાંત વાતાવરણનો વિચાર કરીને એકાંત સ્થળોએ હોટેલ બુક કરશો નહીં. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે જ્યાં તમે ફરવા માંગો છો ત્યાંથી હોટેલ નજીકમાં જ હોવી જોઈએ, જેથી સમય બચાવી શકાય.

એડવાન્સ બૂકિંગ કરો

હોટલ બૂક સીધા કરવાને બદલે એપથી હોટેલ બુકિંગ કરો. એટલે કે હોટેલની વેબસાઈટ પર જઈને ઓનલાઈન બુકિંગ કરાવવું જોઈએ, જેથી હોટેલ તમને મોંઘી ન પડે.કારણ કે, ઘણી વખત ડાયરેક્ટ બુકિંગમાં હોટલના રૂમનો દર વધી જાય છે. 

હોટલ સુવિધાઓ પર ધ્યાન આપો

હોટેલ બુક કરાવતા પહેલા ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે ચોક્કસથી જાણી લો. જેમ કે રૂમ કેટલો મોટો છે, પથારી અને બાથરૂમ કેવા છે. શું ત્યાં લોન્ડ્રી સેવા છે, રૂમમાં Wi-Fi સુવિધા અને પાર્કિંગની સુવિધા છે. આ સિવાય હોટલમાં ખાવા-પીવાની સુવિધા હોવી જોઈએ. ઉપરાંત, હોટલની આસપાસ ખાવાના વિકલ્પ તરીકે રેસ્ટોરાં અને કાફે હોવા જોઈએ.

હોટલ રિવ્યૂ

રૂમ બુક કરાવતા પહેલા અને અંતિમ ચુકવણી કરતા પહેલા નેટ પર હોટેલની સમીક્ષાઓ વાંચવાની ખાતરી કરો. આના પરથી તમે હોટેલની સર્વિસ વિશે જાણી શકો છો.