Site icon Revoi.in

‘ચીઝ પનીર ઢોસા’ને જો આ રીતે બનાવશો તો, બધી વાનગીઓને ભૂલી જશો

Social Share

સાઉથ ઈન્ડિયન આઈટલ ઢોસા તે મોટાભાગના લોકોની ખાવામાં પહેલી પસંદ હોય છે. ઢોસાના કેટલાક પ્રકાર પણ છે અને તેમાં પણ જો વાત કરવામાં આવે ‘ચીઝ પનીર ઢોસા’ની તો આની તો વાત જ ના પુછો, જે પણ વ્યક્તિ જો ઘરો આ ઢોસાને આ રીતે બનાવીને ખાશે તો તે તો બધીજ બહારની વસ્તુને ભુલી જશે.

આને બનાવવાની રીત એવી છે કે ચીઝ પનીર ઢોસા બનાવવા માટે સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને 5 થી 6 કલાક માટે અલગ-અલગ પલાળી રાખો. ત્યારબાદ મેથીને પણ અલગ વાસણમાં પલાળો. આમ કરવાથી સ્વાદ સારો આવે છે. હવે આ ત્રણેય વસ્તુઓની પેસ્ટ બનાવી લો. મેથી નાંખવાથી ટેસ્ટ બહાર જેવો આવે છે અને સાથે ઢોસામાં સ્મેલ પણ સારી આવે છે. હવે આ પેસ્ટમાં એટલે કે ખીરું તૈયાર કર્યુ છે એમાં મીઠું નાંખો અને હલાવી દો.

આ ખીરાને મીઠું નાખ્યા પછી 7 થી 8 કલાક માટે ઢાંકીને મુકી રાખો. ત્યારબાદ પનીરને છીણી લો. હવે ડુંગળી લો અને એની લાંબી ચીરી કરી લો. પછી એક બાઉલમાં ડુંગળી, પનીર, કોથમીર અને લીલું મરચું મિક્સ કરી લો. એક પેન લો અને એને ગરમ કરવા માટે મુકો. પેન ગરમ થઇ જાય એટલે ખીરું પાથરો અને આજુબાજુ તેલ નાંખો.

હવે આ ઢોસા પર પનીરનું મિશ્રણ નાંખો અને ચારેબાજુ ફેલાવી દો. હવે આ ઢોસા પર ઉપરથી ચીઝ નાંખો. એક બાજુ બ્રાઉન રંગ થાય એટલે તાવેતાની મદદથી ફોલ્ડ કરી લો. હવે આ ઢોસાને એક પ્લેટમાં લઇ લો. તો તૈયાર છે ચીઝ-પનીર ઢોસા.