દિલ્હી સેવા બિલ પાસ થયા બાદ દિલ્હીના સીએમ કેજરિવાલે મમતા બેનર્જી અને રાહુલ ગાંઘી સહીતના નેતાઓને પત્ર લખીને સમર્થન આભાર માન્યો
દિલ્હીઃ- તાજેતરમાં દિલ્હી લોક સેવા બિસ લોકસભા અને રાજ્.સભામાં પાસ કરવામાં આવ્યું હતું જેને લઈને વિરોઘપક્ષને મોટો ફટકો પડ્યો હતો વિરોધ પક્ષ દ્રારા સતત વિરોધ હોવા છત્તા છેવટે બિલ પાસ થયું હતું દિલ્હીના સીએમ કેજરિવાલની આ મૂહિમમાં કોંગ્રેસ સહીત અન્ય પક્ષે સાથ આપ્યો હતો ત્યારે હવે સીએમ કેજરિવાલે તમામનો આભાર માન્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીને પત્ર લખીને સેવા બિલ વિરુદ્ધ સંસદમાં મતદાન કરવા બદલ “દિલ્હીના લોકો વતી” આભાર વ્યક્ત કર્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીને પત્ર લખીને દિલ્હી સર્વિસ બિલ પર તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.
વઘુ વિગત અનુસાર અરવિંદ કેજરીવાલે પત્રમાં કહ્યું છે કે, ‘GNCTD એમેન્ડમેન્ટ બિલ 2023ને નકારી કાઢવા અને તેની વિરુદ્ધ મતદાન કરવા માટે તેમની પાર્ટીને સમર્થન આપવા બદલ દિલ્હીના 2 કરોડ લોકો વતી તમારો આભાર.’ અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધી, મલિકાર્જુન ખડગે, નીતિશ કુમાર, ઉદ્ધવ ઠાકરે, મમતા બેનર્જી, શરદ પવાર, એમકે સ્ટાલિન, હેમંત સોરેન, કેસીઆર અને અન્ય વરિષ્ઠ નેતાઓને પત્રો લખ્યા હતા.
આ સિવાય તેમણે પૂર્વ PM ડૉ. મનમોહન સિંહ અને JMM નેતા શિબુ સોરેનનો વિશેષ આભાર માનતો પત્ર લખ્યો, જેઓ ખૂબ જ બીમાર હોવા છતાં લોકશાહી બચાવવાની લડાઈમાં જોડાયા.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં આ પક્ષની તરફેણમાં 131 વોટ પડ્યા હતા જ્યારે 102 સભ્યોએ બિલના વિરોધમાં વોટિંગ કર્યું હતું. આ બિલ દિલ્હી સરકારના અમલદારો પર કેન્દ્ર સરકારના નિયંત્રણ સાથે સંબંધિત છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે પત્રમાં મતદાન માટે સૌ કોઈનો આભાર માન્યો છે.
tags:
cm kejariwa