જો વેકેશનમાં રોડ ટ્રીપનો પ્લાન છે,તો સ્થળો તમારા માટે છે બેસ્ટ
- વેકેશનમાં રોડ ટ્રીપનો પ્લાન છે?
- તો આ સ્થળો વિશે જાણી લો
- તમને ફરવામાં આવશે મજા
રોડ ટ્રીપ એક એવી વસ્તું છે કે જો જેમાં ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવું હોય કે જેને મજા ન આવે, આ ટ્રીપ બધાને પસંદ આવે છે અને મોટી સંખ્યામાં દર વર્ષે લોકો દ્વારા કરવામાં આવે છે. આવામાં જો આ વખતે કોઈનો પ્લાન રોડ ટ્રીપનો હોય તો આ જાણકારી તેમના માટે મહત્વની બની શકે છે.
સૌથી પહેલા તો છે કે દિલ્હીથી લેહ આ રૂટની ખાસિયત એ છે કે આમાં તમારે મનાલીમાંથી પસાર થવું પડશે અને આ દરમિયાન જોવા મળતા સુંદર નજારો હૃદયને સ્પર્શી જાય તેવા છે.
એક રોડ ટ્રીપ છે અમદાવાદથી કચ્છની, આ રૂટમાં તમને રણ અને ગામડાઓનો નજારો જોવા મળશે. એવું કહેવાય છે કે ઓક્ટોબરથી માર્ચ મહિના આ બંને શહેરોની રોડ ટ્રીપ માટે શ્રેષ્ઠ છે. આ રોડ ટ્રીપ દરમિયાન તમારે લગભગ 454 કિલોમીટરનું અંતર કાપવું પડશે.
આ ઉપરાંત દિલ્હી-આગ્રા-જયપુર: આ રોડ ટ્રીપ માટે તમારે NH 93 અને NH 8 પસાર કરવું પડશે અને તેની લંબાઈ લગભગ 450 કિમી હશે. આ બંને શહેરો ઐતિહાસિક રીતે સમૃદ્ધ માનવામાં આવે છે અને અહીં ફરવાની મજા જ અલગ છે.