Site icon Revoi.in

નવા વર્ષની ઉજવણી બીચ પર કરવાની યોજના છે,તો કરી લો આ તૈયારીઓ

Social Share

ગયા વર્ષે, કોરોનાએ તમામ તહેવારોની ઉજવણીને ફીકી પાડી હતી. જો કે, આ મહામારી વચ્ચે લોકોએ તમામ તહેવારોને યાદગાર બનાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. કોરોનાવાયરસને કારણે પણ લોકોને નવું વર્ષ ઘરે ઉજવવાની ફરજ પડી હતી.પરંતુ આ વર્ષે એવું નથી.સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ બાદ આ વખતે નવા વર્ષની ઉજવણી ગમે ત્યાં કરી શકાય છે. હવે વાત આવે છે કે આ ખાસ પ્રસંગે ક્યાં જવું. જો કે પ્રાઇમ લોકેશન્સ ઘણા છે, પરંતુ બીચ પર પાર્ટી કરવાની મજા જ કંઈક અલગ છે.

બીચની લેટ નાઇટ પાર્ટી, લાઇટિંગ, મિત્રો સાથે મસ્તી નવા વર્ષની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દે છે. અહીં જાણો કેટલીક એવી ટિપ્સ જે તમારા ખાસ દિવસને કાયમ માટે યાદગાર બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. બીચ પર જતા પહેલા કરો આ તૈયારીઓ…

બીચ પર શું પહેરવું

બીચ પર જતા પહેલા નક્કી કરો કે તમારે એવા કપડાને બેગમાં રાખવાના છે, જે ઝડપથી સુકાઈ શકે.આ માટે તમે નાયલોનથી બનેલા કપડાંનો ઉપયોગ કરી શકો છો.

મિરર સનગ્લાસ ખૂબ જ ફાયદાકારક

આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે બીચ પર મિરર સનગ્લાસ સાથે રાખવાનું ભૂલશો નહીં. આમ કરવાથી આંખો તો સુરક્ષિત રહેશે જ, પરંતુ તે તમારા લુકમાં પણ વધારો કરશે.

હેટ અથવા ટોપી

બેગમાં હેટ અથવા ટોપી રાખવાનું ભૂલશો નહીં.આનો ફાયદો એ થશે કે,તમે ચહેરાને તેજ ધૂપથી પણ બચાવી શકશો. સલાહને અનુસરો જેથી ચોક્કસ ફાયદો થશે.