- ઉનાળામાં લગ્ન કરવાના છે?
- તો આ સ્થળોને બનાવો વેડિંગ ડેસ્ટિનેશન
- હિલ સ્ટેશનમાં ગોઠવો લગ્નનું સ્થળ
ભારતમાં લગ્ન માટેની જ્યારે સીઝન આવે ત્યારે તો સ્થળ નક્કી કરવું ભારે પડી જતું હોય છે. લગ્નના કામ અને તેનું મેનેજમેન્ટ એક મોટી ચેલેન્જ સમાન હોય છે, પણ જો આવામાં લગ્નનું સ્થળ બદલી દેવામાં આવે તો મહેમાનને પણ આનંદ આવી જાય અને એક પ્રસંગ યાદગાર પણ બની જાય.
શિમલાને દેશનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન કહેવામાં આવે છે, કારણ કે જો તમે ઇચ્છો તો અહીં સસ્તી ટ્રિપની મજા માણી ઘરે પરત ફરી શકો છો. આ જગ્યાના સુંદર નજારાઓ વચ્ચે લગ્ન કરવા એ કોઈ ખાસ પળથી ઓછું નહીં હોય.
જો વાત કરવામાં આવે અન્ય સ્થળની તો ઋષિકેશ પણ સારી જગ્યા છે. ધાર્મિક મહત્વ ધરાવતા આ હિલ સ્ટેશનમાં અનેક સુંદર નજારા જોવા મળે છે. તે આ દેશના શ્રેષ્ઠ લગ્ન સ્થળોમાંનું એક માનવામાં આવે છે. અહીંનું હવામાન મહદઅંશે થોડું ઠંડુ રહે છે, તેથી ઉનાળામાં અહીં લગ્ન કરવા શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
કાશ્મીરને પૃથ્વી પર સ્વર્ગ ગણવામાં આવે છે અને લોકો ત્યાં લગ્ન કરવાનું પણ પસંદ કરે છે. અહીંનું ઠંડું વાતાવરણ અને ખીણો આકર્ષક છે અને આ જગ્યાએ લગ્ન કર્યા પછી તમારા હનીમૂનનો આનંદ પણ માણી શકો છો.