Site icon Revoi.in

દિવાળીના દિવસે જો તમને આ પ્રાણી જોવા મળે,તો સમજો તમારું નસીબ ચમકવાનું છે

Social Share

દિવાળીનો દિવસ આપણા સનાતન ધર્મના લોકો માટે જેટલો ખુશીનો અને મહત્વનો દિવસ છે એ જ રીતે દિવાળીના દિવસે ક્યારેક જોવા મળતી વસ્તુઓ પણ એટલી જ મહત્વની છે. માન્યતા અનુસાર ગાયને માતાનો દરજ્જો મળ્યો છે. દિવાળીના દિવસે કેસરી રંગની ગાય જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ગાયને દેવત્વનું પ્રતિક માનવામાં આવે છે. દિવાળીના દિવસે તેનું દેખાવું સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે.

આ ઉપરાંત તે વાત પણ જાણવા જેવી છે કે દિવાળીની રાત્રે ઘુવડ જોવું એ પણ શુભ સંકેત માનવામાં આવે છે. ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમે દિવાળીની રાત્રે ઘુવડ જુઓ તો સમજો કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે, જો તમે દિવાળી દરમિયાન તમારા સપનામાં ઘુવડ જુઓ છો, તો તે જીવનમાં આર્થિક લાભ સૂચવે છે.

જો કે લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે રસ્તા પર બિલાડીને જોવી એ શુભ નથી માનવામાં આવતું, પરંતુ દિવાળીના દિવસે ઘરમાં બિલાડીને જોવી એ શુભ માનવામાં આવે છે. શકુન શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ઘરમાં બિલાડીને જોવી દેવી લક્ષ્મીના આગમનનો સૂચક માનવામાં આવે છે.

ઉલ્લેખનીય વાત એ છે કે આપણો ધર્મ હંમેશા દરેક વસ્તુને સારા અર્થમાં કેવી રીતે જોઈ શકાય તેના વિશે શીખવે છે, કેટલાક લોકો આ બાબતોને માનતા નથી અને કેટલાક લોકો માને છે. તેથી તે પણ જણાવવામાં આવે છે કે આ માહિતીને માર્ત માન્યતાને આધારે તૈયાર કરવામાં આવી છે અને તેના પર કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કે દાવો કરવામાં આવતો નથી.