- લાંબો સમય ટીવી સામે બેસી રહેવાથી અનેક બીમારી થાય છે
- આંખોને નુકશાન અને ગરદનને પણ નુકશાન થાય છે
- શરીર આળસું બને છે
- અનેક કામમાંથી રુચી ઓછી થાય છે
સામાન્ય રીતે જ્યારથી કોરોના મહામારીની શરુઆત થઈ છે અને લોકો ઘરેથી કામ કરવાનું પસંદ કરી રહ્યા છે ત્યાર બાદ ટીવી કે મોબાઈલના ઉપયોગ કરવાના સમયમાં વધારો નોંધાયો છે, પહેલા સામાન્ય રીતે માત્ર રાત્રે જ થોડો ટાઈમ બેસીને ટીવી જોતા હતા ત્યારે હવે મોટા ભાગનો સમય મોબાઈલ સામે અને ટીવી સામે લોકો પસાર કરી રહ્યા છે પરંતુ જાણે અજાણ્યે લાંબો સમય સુધી ટીવીની સામે બેસવાથઈ તમે અનેક બીમારીઓને નોતરું આપી રહ્યા છો.
લાંબો સમય ટીવીની સામે બેસી રહેવાથી ગરદનની સમસ્યા સર્જાય છએ,સ ગરદનમાં દુખાવો થવો નસ ખેંચાવી અને ક્યારેક તો ગરદનમાં સોજા પણ આવે છે, આ સાથે જ તમારી આંખો પર તેની સીધી જ અસર થાય છે, જો ટીવી વધુ જોવામાં આવે તો આંખોના નંબર વધવાની અથવા નંબર આવવાની શક્યતાઓ વધુ છે.
આ સમગ્ર બાબતે યુરોપિયન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં ચોક્વાનારી બાબતો સામે આવી છે.એક જ જગ્યાએ વધુ સમય સુધી બેસીને ટીવી જોવાની આદતથી બ્લડ ક્લોટિંગની સમસ્યા થઈ શકે છે.
આ રિસર્ચ અનુસાર અમેરિકા અને જાપાનમાં 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના 1,31,421 લોકોની ટીવી જોવાની આદત અને સમય અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એવું જાણવા મળ્યું હતું કે જે લોકો એક જ જગ્યાએ બેસીને સતત 4 કલાક ટીવી જુએ છે તેમનામાં બ્લડ ક્લોટિંગ થવાની શક્યતા 35 ટકા વધી જાય છે.
વધુ બેસીને ટીવી જોવાથી શારીરિક રીતે સક્રિય લોકોને પણ સમસ્યા થઈ શકે છે.આ સાથે જ શારીરિક રીતે સક્રિય લોકો પણ જો 4 કલાકથી વધુ સમય સુધી સતત ટીવી જુએ છે તો તેમને બ્લડ ક્લોટિંગની સમસ્યા થઈ શકે છે.
ટીવી જોતી વખતે દર 30 મિનિટે બ્રેક લઈને સ્ટ્રેચિંગ કરવું જોઈએ. આ સાથે જ ટીવી જોતી વખતે ફાસ્ટફૂડ અને સ્નેક્સ ખાવાનું ટાળવું જોઈએ. ટીવી જોતી વખતે ફાસ્ટફૂડ ખાવાથી મેદસ્વિતા અને બ્લડ પ્રેશરની સમસ્યા થવી જોઈએ. ટીવી જોવાથી પગમાં બ્લડ ક્લોટિંગના કિસ્સા વધુ જોવા મળ્યા હોવાનું રિસર્ચમાં સામે આવ્યું છે.