ઓરિસ્સામાં ડિપ્થેરિયા મુસીબતનું કારણ બની ગયું છે. જેના કારણે લોકોમાં ચિંતા વધી ગઈ છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં આ બીમારીના કારણે 5 લોકોના મોત થયા છે. નવા 18 કેસ સામે આવ્યા છે.
આ ઈન્ફેક્શનથી બચવા માટે હેલ્થ ડિપાર્ટમેન્ટએ રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. ડિપ્થેરિયાને લગતી બાબતોને સમજવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને તમે લોકો ઓરિસ્સા ફરવા જવાનું પ્લાન કરી રહ્યા હોવ.
ડિપ્થેરિયા એ કોરીનેબેક્ટેરિયમ ડિપ્થેરિયા નામના બેક્ટેરિયાથી થતો ગંભીર અને ખતરનાક બીમારી છે. આ બેક્ટેરિયા નાક દ્વારા ગળા અને શ્વાસની નળી પર એટેક કરે છે. આ પછી, શરીરમાં ઝેર છોડે છે. જે ગળામાં ગ્રે ટિશ્યુ બનવા લાગે છે.
ડિપ્થેરિયા રોગ એક ખતરનાક બીમારી છે જે કોરીનેબેક્ટેરિયમ ડિપ્થેરિયા નામના બેક્ટેરિયાથી થાય છે. તેના શરુઆતી લક્ષણો છે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, થાક, નાકમાંથી સતત પાણી આવવું.
ડિપ્થેરિયાના લક્ષણો શરૂઆતમાં ખૂબ જ હલ્કા દેખાય છે. તે સમયસર પકડાય તો તેની સારવાર શક્ય બની શકે છે. વધુમાં, વધુ ગંભીર ઈન્ફેક્શનને પણ ટાળી શકાય છે 5-10 ટકા કિસ્સાઓમાં, આ ઈન્ફેક્શન જીવલેણ બની શકે છે.
ડિપ્થેરિયા એવુ ઈન્ફેક્શન છે જે ટચ કરવાથી પણ ફેલાય છે. વ્યક્તિ ખાંસી અને છીંક ખાય ત્યારે પણ આવું થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને આ બીનારી છે, તો તેના કપડાં અથવા વાસણોને અડવું ના જોઈએ.