Site icon Revoi.in

જો તમે તમારા બાળકોને ખુલ્લા ગાર્ડનમાં લઈ જાવો છો તો આટલી બાબતોનું રાખો ધ્યાન

Social Share

બાળકોને હંમેશા ગાર્ડનમાં ફરવા જવું વધુ ગમતુ હોય છે સાથે જ ગાર્ડનમાં લીસરપટ્ટી ,કે હીંચકા હોય તો બાળકોને રમવાની મજા વધુ પડે છે.પેરેન્ટિંગ ટિપ્સ- બાળકો ગમે તેટલા મોટા થયા હોય તેમના માટે રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ્યારે બાળક બે થી ત્રણ વર્ષનું થાય ત્યારે માતાપિતાએ તેને ખુલ્લા મેદાનમાં લઈ જવું જોઈએ. જેના કારણે બાળકોના શારીરિક વિકાસની સાથે માસિક વિકાસ પણ થાય છે. પરંતુ માતા-પિતાએ બાળકને ગાર્ડનમાં લઈ જતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ગાર્ડનમાં  તીક્ષ્ણ વસ્તુઓ ન હોવી જોઈએ

ગાર્ડનમાં, નાના બાળકો તેમની ધૂનમાં જ રમતા ફરતા હોય છે અને તેમની આસપાસની વસ્તુઓ પર ધ્યાન આપતા નથી. આવી સ્થિતિમાં, માતાપિતાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે પાર્કમાં કોઈ તીક્ષ્ણ વસ્તુ ન હોવી જોઈએ. તૂટેલી કાચની બોટલો અથવા ઘાસમાં તીક્ષ્ણ પથ્થરો કે જે બાળકને ઈજા પહોંચાડી શકે છે.

ભીડ વાળી જગ્યાએ બાળકોની સાથે જ રહો

નાના બાળકો જીદ્દી અને મોજીલા હોય છે, તેથી જો તેમની કાળજી લેવામાં ન આવે, તો તેઓ અહીંથી ત્યાં જાય છે. આવી સ્થિતિમાં એવી જગ્યાએ જવાનું ટાળો જ્યાં ભીડ વધુ હોય.અથવા તો ભીડ વાળઈ જગ્યાએ સતત તેમની પાસે રહો

કપડા પહેરાવવાનું ખાસ ધ્યાન રાખો

બાળકોને પાર્કમાં લઈ જતી વખતે ધ્યાનમાં રાખો કે તેઓ આરામદાયક અને થોડા ઢીલા કપડાં પહેરે છે. ઉનાળા અને વરસાદની ઋતુમાં પૂરા કપડાં જ પહેરો. આમ કરવાથી મચ્છર કરડવાનું જોખમ ઘટી જાય છે.

બાળકોને ધાસ અથવા રેતી પર રમવા દો

ઘાસ અથવા રેતી પર ચાલવું અને રમવાથી માસિક સ્વાસ્થ્ય મજબૂત થાય છે. આવી સ્થિતિમાં બાળકોને પાર્કમાં એવી જગ્યાએ રમવા દો કે જ્યાં ઘાસ કે રેતી હોય. સખત જમીન પર રમવાથી ઈજા થવાનું જોખમ વધી જાય છે.

કાંટા વાળા વૃક્ષથી બાળકોને દૂર રાખો

બાળકો તેમની સામે જે આવે છે તેને સ્પર્શ કરવાનો અથવા રમવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં બાળકોને પાર્કમાં લઈ જતી વખતે ધ્યાન રાખો કે તેઓ કોઈપણ કાંટાવાળા છોડની આસપાસ રમે નહી ,નહી તો તેમને કાટા વાગી શકે છે કેટચલાક કાટાઓ ઝેરી પમ હોય છે