સમગ્ર દેશમાં ઉનાળાના આરંભ સાથે કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. ઉત્તરભારતના અનેક રાજ્યો અને શહેરોમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. એટલું જ નહીં કાળઝાળ ગરમીને કારણે અનેક લોકો આરોગ્યને લગતી કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં અનેક લોકો માથામાં દુખાવાની ફરિયાદો કરી રહ્યાં છે. શું કારણ છે માથાના દુખાવાનું? અને શું કરવું જોઈએ, જાણીએ…
• ડિહાઈડ્રેશન
ઉનાળાના દિવસોમાં પરસેવા દ્વારા શરીરનું પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ઝડપથી ઓછું થાય છે, જે ડિહાઇડ્રેશન હોઈ શકે છે. ડિહાઇડ્રેશન લોહીનું પ્રમાણ ઘટાડે છે અને મગજમાં ઓક્સિજનની અપૂર્તી ઓછી થવા લાગે છે, જેના કારણે માથાનો દુખાવો થાય છે.
• ગરમીની અસર
ઊંચા તાપમાનના સીધા સંપર્કમાં આવવાથી આપણા શરીરનું તાપમાન વધી શકે છે, જે હીટ સ્ટ્રોક અથવા ગરમીના થાકનું જોખમ વધારી શકે છે. તેનાથી માથાનો દુખાવો પણ થઈ શકે છે.
માથાના દુઃખાવાથી રાહત મેળવવાની રીતો
• પૂરતું પાણી પીવો
આખા દિવસમાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આ ડિહાઇડ્રેશનને અટકાવશે અને માથાનો દુખાવો થવાની શક્યતા ઘટાડશે.
• સૂર્યથી સુરક્ષિત રહો
બપોરના સમયે બહાર જવાનું ટાળો, જ્યારે સૂર્ય વધારે તેજ હોય. જો તમારે બહાર જવાનું હોય તો સનસ્ક્રીન લગાવો, ટોપી પહેરો અને સનગ્લાસનો ઉપયોગ કરો.
• ઠંડુ પાણી
ઉનાળામાં માથાનો દુખાવો થાય તો ઠંડુ પાણી પીવાથી અથવા ઠંડા પાણીથી નહાવાથી પણ રાહત મળે છે.
• આરામદાયક વાતાવરણ
ઘરની અંદર ઠંડુ અને આરામદાયક વાતાવરણ બનાવી રાખો. એર કન્ડીશનર અથવા પંખાનો ઉપયોગ કરો.