Site icon Revoi.in

જો તમે એલ્યુમિનિયમના વાસણો જમવા બનાવા ઉપયોગમાં લો છો તો ચેતી જજો ,થઈ શકે છે નુકશાન

Social Share

 

દરેક ઘરોમાં કિચન એક એવી પ્રયોગશાળા છે જ્યા સવારની ચા થી લઈને રાત્રીનું ભોજન બનતું હોય છે આ માટે આપણે અવનવા વાસણોના ઉપયોગ કરી એ છીએ, ખાસ કરીને આપણઆ દરેકના ઘરોમાં એલ્યુમિનિટમના વાસણો હોય જ છે. અને મોટાભાગની ગુહિણીઓ આ જ વાસણમાં ભઓજન બનાવતી હોય છે, જો કે કેટલાક અભ્યાસ પ્રમાણે એલ્યુમિનિયમમાં જમવા બનાવું હેલ્થ માટે નુકશાન કારક સાબિત થઈ શકે છે.

એલ્યુમિનિયમ ધાતુના વાસણમાં ભોજન તૈયાર કરવાનું ચલણ હજુ પણ છે. તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. નિષ્ણાંતોના મતે લોખંડ અને માટીના વાસણમાં ભોજન તૈયાર કરવું જોઈએ.એલ્યુમિનિયમના વાસણોમાં કેદીઓને ભોજન અપાતું હતું. કારણ કે આ વાસણમાં તૈયાર થતાં ભોજનથી શરીર અને મગજમાં કમજોરી આવી જાય છે. તે સસ્તું હોવાથી ગરીબના ઘરમાં પણ આ જ ધાતુનો ઉપયોગ થાય છે.

એક અભ્યાસ પ્રમાણે શરીરમાં એલ્યુમિનિયમની માત્રા વધી જવાથી યાદશક્તિ પર  તેની સીધેસીધી અસર થાય છે. આ ધાતુ ઉદ્યોગ સાથે જોડાયેલા વર્કર્સ પર થયેલા અભ્યાસમાં આ વાત નોંધાઈ છેએલ્યુમિનિયમના વાસણ બનાવતાં સમયે તેમાં બીજી ધાતુ પણ ઉમેરાય છે. તેમાં રહેલા હેવી મેટલ્સથી  હેલ્થ ખરાબ થી શકે છેખાસ કરીને આ ધાતુના વાસણમાં ભોજન તૈયાર કરી તેમાંજ રહેવા દેવાથી આપણ પેટને પણ નુકસાન થાય છે.

કેટલાક અભ્યાસ પ્રમાણે એલ્યુમિનિયમની ખરાબ અસર મગજ પર થાય છે. તેના ઉપયોગથી બાળકોમાં ડિસ્લેક્સિા અને ઓટિઝમની સમસ્યા થઈ શકે છે.ખાસ કરીને તપેલીમાં જ્યારે ભોજન આછું હોય અને આપણે તવીથા કે ચમચા વડે તેને ઘસીને ઉખેડીને પછી ખાતા હોય છે ત્યારે એલ્યુમિનિય સીઘી જ રીતે પેટમાં પ્રવેશે છે જે ખૂબ નુકશાન કરે છે

નિષ્ણાંતોના મતે સારા સ્વાસ્થ્ય માટે માટીના વાસણોનો ઉપયોગ બેસ્ટ ઓપ્શન છે અથવાતો લોંખડની કઢાઈ કે તપેલીનો ભોજનમાં ઉપયોગ કરી શકાય છે.