Site icon Revoi.in

દહીંનો આ રીતે ઉપયોગ કરશો તો,ચહેરાની ચમક અને દાગ થઈ જશે દુર

Social Share

આપણા રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક વસ્તુ અનેક રીતે ફાયદાકારક છે, પણ એ ત્યારે જ્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. જો વાત કરવામાં આવે દહીંની તો તે ચહેરાની ચમક અને દાગ દુર કરવામાં સૌથી વધારે ઉપયોગી થઈ શકે પણ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. તે એક્સ્ફોલિયેટર અને કુદરતી બ્લીચ તરીકે પણ કામ કરે છે. દહીંમાં વિટામિન બી હોય છે. તે ત્વચાના રંગને નિખારવાનું કામ કરે છે. ગ્લોઈંગ સ્કિન માટે તમે ફેસ પેક તરીકે પણ દહીંનો ઉપયોગ (Benefits Of Curd)કરી શકાય છે.

ફેસપેક બનાવવાની રીત એ છે કે એક બાઉલમાં દહીં લો. તેને સારી રીતે મેશ કરો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. આનાથી ત્વચા પર થોડીવાર મસાજ કરો. તેને 10 થી 12 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત દહીંનો ઉપયોગ કરી શકો છો.

આ ઉપરાંત દહીં અને ટામેટાનો પણ ઉપયોગ કરી શકાય છે, એક તાજા ટામેટા લો. તેના ટુકડા કરી લો. તેને બ્લેન્ડરમાં નાખીને પીસી લો. હવે તેમાં થોડું દહીં ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. આનાથી ચહેરા પર થોડીવાર મસાજ કરો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી. જો ત્વચાને લગતી કોઈ પણ સમસ્યા સર્જાય તો ડોક્ટર અથવા સ્કીન સ્પેશિયાલિસ્ટને સંપર્ક કરવો જોઈએ.