- વજનને ફટાફટ ઉતારવું હવે સરળ
- આ ડ્રિંકનું કરો સેવન
- વજન ઉતારવામાં છે ઉપયોગી
આજકાલ લોકોને પોતાની જ આદતો હવે ભારે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. લોકોને બહારનું જંક ફૂડ ખાવાની આદત હોય છે અને શરીરને કોઈ પણ પ્રકારનો કષ્ટ પણ હોતો નથી આ સાથે બેઠાળા જીવનના કારણે શરીર પણ ફૂલી જતું હોય છે, આવામાં પછી છેલ્લે તેમને વજન ઉતારવાની ચિંતા રહેતી હોય છે. તો હવે તે લોકો જો કેટલાક પ્રકારની કાળજી લે તો ફટાફટ તેમનું શરીર ઉતરી શકે છે અને વજનમાં પણ ઘટાડો થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે અને વજન ઘટાડવા માટે તજ ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ સુગર લેવલને સુધારવામાં મદદ કરે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી તજ પાવડર મેળવી શકો છો. સ્વાદ વધારવા માટે તમે લીંબુનો રસ અને મધ ઉમેરી શકો છો. તેનું નિયમિતપણે ખાલી પેટ સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
વજન ઘટાડવા માટે તમે મેથીની ચાનું સેવન પણ કરી શકો છો. આ માટે એક ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે તેનું પાણી ગાળીને અલગ કરી લો. આ પાણીને થોડું ગરમ કરીને પી લો. તે વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ સુગર લેવલને સુધારવામાં મદદ કરે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી તજ પાવડર મેળવી શકો છો.
વજન ઘટાડવા માટે તમે તમારા દૈનિક આહારમાં એપ્પલ સિડર વિનેગરનો સમાવેશ કરી શકો છો. આ માટે એક કપ ગરમ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને તેનું સેવન કરો. તેમાં એસિટિક એસિડ હોય છે. તે શરીરના મેટાબોલિક રેટને વધારીને શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.