હિમાચલ પ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીંના પહાડો, ખીણો અને લીલીછમ જગ્યાઓ દરેકને મોહિત કરે છે. પરંતુ હિમાચલમાં એવી કેટલીક જગ્યાઓ છે જે પ્રવાસીઓની ભીડથી દૂર છે અને અહીં કુદરતી સુંદરતા જોવા મળે છે. ચાલો જાણીએ હિમાચલના આવા 5 ઓફબીટ સ્થળો વિશે જે તમારા હૃદયને સ્પર્શી જશે.
ચિતકુલઃ આ ગામ બાસ્પા નદીના કિનારે આવેલું છે અને ભારતનું છેલ્લું વસવાટ ધરાવતું ગામ માનવામાં આવે છે. ચિતકુલની શાંતિ અને પ્રાકૃતિક સૌંદર્ય તમને અહીં વારંવાર ખેંચી લાવશે.
જીભીઃ આ નાનકડું ગામ બંજરી નદીના કિનારે આવેલું છે. જીભી તેના સુંદર તળાવો, ગાઢ જંગલો અને ટ્રેકિંગ રૂટ માટે જાણીતું છે. અહીંની શાંતિ અને સુંદરતા તમને ભાવુક કરી દેશે.
કલ્પા: કિન્નૌર પ્રદેશમાં સ્થિત, કલ્પા પર્વતોના અદભૂત દૃશ્યો સાથેનું એક સુંદર સ્થળ છે. અહીંથી કિન્નર કૈલાશના શિખરો સ્પષ્ટ દેખાય છે.
તીર્થન વેલીઃ આ ખીણ તેની અદ્ભુત નદી અને જંગલો માટે પ્રખ્યાત છે. અહીંની તાજી હવા અને શાંત વાતાવરણ તમને શહેરની ધમાલથી દૂર લઈ જશે.
બારોટ વેલી: બારોટ તેના માછીમારી, ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે પ્રખ્યાત છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા અને નદીનો અવાજ તમને પ્રકૃતિ સાથે જોડાયેલો અનુભવ કરાવશે.
ઉનાળુ અને દિવાળીના વેકેશનમાં અનેક વ્યક્તિઓ પરિવાર સાથે નજીકના સુંદર સ્થળો ઉપર ફરવા જવાનું પસંદ કરે છે. ત્યારે હિમાચલ પ્રદેશના આ પાંચ સ્થળોની મુલાકાત લેશો તો અહીંનું સુંદર વાતાવરણ આપને મોહિત કરી લેશે.