Site icon Revoi.in

જો તમારે કોલેસ્ટ્રોલ અને કેલેરી ઓછી કરવી હોય તો તમારા આહારમાં આ દાળનો કરો સમાવેશ, સ્વાસ્થ્ય પણ રહે છે નિરોગી

Social Share

 

કઠોળ એટલે બિમારીમાં ખવાતું ધાન્ય, મોટો ભાગે બિમાર પડીએ એટલે ડોક્ટરથી લઈને ઘરના વડીલો આપણાને દાળ અને કઠોળ ખાવાનો આગ્રહ કરે, અને તેમાં ખાસ ઘરડા વડિલો તો આપણાને કઠોળમાં રહેલા અનેક ગુણો પણ ગણાવે, આ સાથે જ બાળકો જ્યારે નાના હોય અને શરુ શરુમાં ખાતા શીખતા હોય ત્યારે સૌ પ્રથમ તેઓને દાળનું પાણી પીવડાવવામાં આવે છે, દાળમાં અનેક પ્રોટિન વિટામિન્સ સમાયેલા હોય છે, ત્યારે આજે આપણે વાત કરીશું મશુરની દાળની, મશુરની દાળ સૌથી ઓછી કેલેરી ધરાવે છે જેથી ડાયટમાં પણ તેનો સમાવેશ કરી શકાય છે,

મશુરની દાળમાં પ્રોટિન, વિટામિન, સૌથી ઓછી કેલેરી હોય છે જે આપણા આરોગ્યને ખૂબ જ ફાયદો કરાવે છે,તો આજે વાત કરીશું મશરુની દાળમામં રહેલા અનેક ગુણોની જે ક્યાકને ક્યાક આપણા રોજીંદા જીવનમાં કામ લાગે છે, આપણાને તંદુરસ્ત રાખે છે.

મશુરની દાળ કોલેસ્ટ્રોલ ઓછુ કરવા માટે ખૂબજ ગુણકારી છે,તેમાં રહેલું ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામામં મદદ કરે છે, અને આપમા શરીરમાંમ રહેલું કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.આ સહીત મશુરની દાળમાં ફાયબરનું પ્રમાણ હોય છે જેથી અનેક રિસર્ચ દર્શાવે છે કે ફાયબર વાળી વસ્તુઓનું સેવન કરવાથી હ્દયને લગતી બિમારીઓ દૂર થા છે.

મશુરની દાળ પચવામાં ખૂબ જ સરળ હોય તે, તે ખૂબ જ જલ્દી પચી જવાથી હળવી ગણાય છે,આ દાળના સેવનથી પેટની સમસ્યામાં રહાત થાય છે.આ સાથે જ મશુરની દાળના સેવનથી શરીરમાં ઈન્સ્યુલિન બને છે,આ દાળ સુગરના દર્દીઓ માટે ગુણકારી ગણાય છે કારણ કે આ દાળના સેવનથી ડાયાબિડીઝમાં રાહત મળે છે.

બીજા  પાયદાની વાત કરીએ તો પુરષોના શરીરમાં આયર્નની ખૂબ જ જરુરીયાત હોય છે જે આ દાળમાંથી મળી રહે છે.મહિલાઓને 38 ટકા આયર્ન જરુર હોય છે જ્યારે પુરુષોને 78 ટકાની જરુર હોય છે.મશરુની દાળમાં ભરપુર પ્રોટીન હોય છે,પ્રોટિનનો સારો સ્ત્રોત હોવાથી જો પ્રોટિનની જરુર હોય તો આ દાળનું સેવન ખૂબજ ફાયદો કરાવે છે. તમામ દાળમાં પ્રોટિન મામલે મશુરની દાળ ત્રીજા નંબર પર આવે છે.