Site icon Revoi.in

સલામત દિવાળી ઉજવવા માગો છો તો આ બાબતોનું રાખજો ધ્યાન

Social Share

દિવાળીનો તહેવાર એટલે તમામ ભારતીયો માટે સૌથી મોટો અને મહત્વનો ખુશીનો તહેવાર. આ દિવસની રાહ તો લોકો આતુરતાથી જોતા હોય છે, કારણ છે કે આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ કરીને અયોધ્યા પરત ફર્યા હતા. પણ આ ખુશીના સમયમાં કોઈ નુક્સાન કે જાનહાની ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

આ વખતે દિવાળીના તહેવારને સલામતી અને સુરક્ષા સાથે ઉજવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવા જેવું છે જેમ કે સૌથી પહેલા તો, સિન્થેટિક કપડા પહેરવાનું ટાળો. આ પ્રકારના કપડા ઝડપથી આગ પકડી લે છે. આ ઉપરાંત, જો તમે શરારા, લહેંગા અથવા ગાઉન પહેર્યા હોય, તો દીવા અને ફટાકડાની નજીક ન જાવ. તેના કારણે આગ લાગવા જેવા અકસ્માતનો ભય રહે છે. જો કે તે વાત પણ સમજવા જેવી છે કે આલ્કોહોલ અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરીને હાથ વડે દીવા, મીણબત્તી વગેરે સળગાવશો નહીં. આલ્કોહોલ ઝડપથી આગ પકડી લે છે. તેથી, તમારા હાથ બળી જવાનું અથવા આગ લાગવાનું જોખમ રહેલું છે.

આ ઉપરાંત દીવા અને મીણબત્તીઓ પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે તે કોઈપણ વિદ્યુત ઉપકરણો કે વાયરની નજીક ન હોવા જોઈએ. ઘરમાં સીડી, દરવાજા અને પડદાથી દૂર દીવા પ્રગટાવો. સીડી પર દીવા પ્રગટાવવાથી કપડામાં આગ લાગી શકે છે. એ પણ ધ્યાનમાં રાખો કે દીવો સપાટ જમીન પર રાખવો જોઈએ જેથી કરીને તે પડી ન જાય.

તમારી સાથે ઈમરજન્સી નંબર તૈયાર રાખો. કેટલાક ઇમરજન્સી નંબરો જેમ કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ વગેરના નંબર સ્પીડ ડાયલમાં રાખો. જેથી જરૂર પડે ત્યારે તમે આ નંબરો પર જલદી ફોન કરીને મદદ મેળવી શકો.