Site icon Revoi.in

કોઈ પણ પ્રકારના કાંચની કરવી છે સફાઈ, કાચને બનાવા છે ચમકદાર ? તો અપનાવો આ ટિપ્સ

Social Share

દરેક ગૃહિણીઓ ઈચ્છે છે કે તે પોતાના ઘરની સાફસફાઈ ખૂબ સ્વચ્છતા સાથે રાખે, આ માટે તે ઘરના દરેક ખૂણાઓથી લઈને કબાટના કાંચથી લઈને ઘરના વાહનોના કાચની પણસફાઈનું ધ્યાય રાખે છે, આ માટે ખાસ કરીને કાંચની સફાઈ કરવી થોડી હાર્ડ હોય છે કારણ કે કાંચમાં પડેલા ડાધાને દૂર કરવા અને પાછા તે પાણીના ડાધા ન પડે તે પણ ધ્યાન રાખવું પડે છે,ત્યારે આજે વાત કરીશું કાંચને ક્લિન અને ચમકદાર હવાવાની કેટલીક ઘરેલું ટિપ્સની. જેની મદદથી તમે કારના કાંચ કબાટના કાંચ,ગાડીઓના કાંચ કે ગરવાજા બારીઓના કાંચની સરળતાથી સફાઈ કરી શકો છો.

જાણો એવી ટિપ્સ કે જેનાથી કાંચ બનશે ચમકદાર

– સૌ પ્રથમ કોઈ પણ કાંચની સફાઈ કરતા પહેલા તેના પર સાદા પાણીનું પોતું કરી લેવું

– હવે એક ડોલ પાણીમાં 2 ચમચી વિનેગર નાખીને કોટનના કડપા વડે તમે કાંચની સફાઈ કરી શકો છો જોનાથી પીળા પડેલા ઘબ્બાઓ દૂર થાય છે.

– આ સાથે જ પાણીમાં તમે સોડાખાર અને એક લીબુંનાખીને પણ કાંચ સાફ કરી શકો છો,તેનાથી કાંચ પરના ડાઘાઓ તો દૂર થશે જ પરંતુ કાંચની ચમક પણ વધશે.

– બેકિંગ સોડા પણ કાંચ સાફ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે,આ માટે કાંચ પર બેકિંગ સોડા લગાવીને 3 મિનિટ રહેવા દો ત્યાર બાગદ સાદા પાણી વડે કાંચને સાફ કરીલો, કાંચ ચમકદાર તો બનશે જ સાથે ડાઘ ઘબ્બાઓ પણ નહી રહે.

– જો કાંચ પર લિપ્સ્ટિક કે નેીલ પેઈન્ટના ડાધા હોય તો ત્યા લીબું ઘસીને રહેવા દો અથવા તો નેઈલ રિમુવર રુ વડે લગાનીવે 1 મિનિટ રહેવાદો ત્યાર બાદ પાણી વડે કાંચને ક્લિન કરીલો, આમ કરવાથી ડાઘા દૂર થશે.

– સેવિંગ ક્રિમ કે ફેશવોશની મદદથી પણ કાંચની સારી સફાઈ થાય છે, આ માટે આ બન્ને પ્રોડક્ટને કાંચ પર હાથ વડે સ્પ્રેડ કરીલો, ત્યાર બાદનરમ કપડાને પાણીમામં ભીનું કરીને કાંચ પર ફેરવી લો, આમ કરવાથી કાચ ચોખ્ખા થઈ જશે.

– જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારે કાંચ સાફ કરીલો છો ત્યારે તેને નુછવા માટે કાપજનો નબહી પરંતુ ન્યૂઝ પેપરનો જ ઉપયોગ કરવો તેનાથી કંચ પર પાણીના ડાઘ રહેતા નથી અને કાંચ ક્લિન બને છે.