- માટીના વાસણમાં દહીં જલ્દી જામી જાય છે
- આ દહીંનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે
સામાન્ય રીતે દહીં આપણે ઘણા લોકો ઘરે જ જમાવતા હોઈએ છીએ ,જો કે હવેથી તમે દહીં જમાવો તો માટીના કાળા વાસણનો ઉપયોગ કરીને જોજો આ વાસણમાં દહીં જલ્દી જામી જાય છએ સાથે જ દહીં ગઠ્ઠા જેવું કડક પણ જામે છે અને વહેલું પણ જામે છા આ સાથે જ માટીના વાસણમાં જમાવેલા દહીંના સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓ પણ છે.
દહીં જલ્દી જામે છે
ગરમીની સિઝનમાં કોઈ પણ વાસણમાં દહીં સરળતાથી અને ખૂબ જ ઝડપથી જામ થઈ જાય છે, શિયાળામાં વાર લાગે થાય છે કારણ કે તેને ખાસ તાપમાનની જરૂર પડે છે. જો તમે માટીના વાસણમાં દહીં રાખો છો, તો તે દહીંને ઇન્સ્યુલેટ કરશે અને શિયાળાની ઋતુમાં પણ તે ઝડપથી સેટ થઈ જશે.
દહીં ઘટ્ટ જામે છે
માટીના વાસણમાં દહીં રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે દહીંને ઘટ્ટ કરે છે, કારણ કે માટીના વાસણો પાણીને શોષી લે છે, જેના કારણે દહીં ઘટ્ટ થવા લાગે છે. તેનાથી વિપરીત, જો તમે સ્ટીલ અથવા એલ્યુમિનિયમના બાઉલમાં દહીં મૂકો છો, તો આવું થતું નથી.
દરતી ખનિજો ઉપલબ્ધ થશે
જો તમે સ્ટીલ કે એલ્યુમિનિયમને બદલે માટીના વાસણમાં દહીં જામ કરો છો, તો શરીરના કુદરતી ખનિજો ઉપલબ્ધ થશે, જેમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમનો સમાવેશ થાય છે.
માટીની કુદરતી ખુશ્બુ અને સ્વાદ મળશે
તમે અવારનવાર જોયું હશે કે જ્યારે પણ માટીના વાસણમાં દહીં રાખવામાં આવે છે, ત્યારે તેમાંથી માટી જેવી સુગંધ આવવા લાગે છે, જેના કારણે દહીંનો સ્વાદ વધુ સારો થઈ જાય છે.