Site icon Revoi.in

હાઈ બીપી તરત જ કંટ્રોલ કરવા માંગો છો તો, કાળા મરી આરોગો…

Social Share

ભારતમાં પ્રાચીન સમયથી મસાલોનો ઉપયોગ દવાઓની વૈકલ્પિક દવા તરીકે કરવામાં આવે છે. મસાલાનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે. સંસોધનથી ખબર પડી છે કે, કાળા મરીમાં ઘણા એવા તત્વો જોવા મળે છે જે એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. એટલે શરીરના કોષોનું રક્ષણ કરે છે. તેમ જ કાળા મરી લોહીને નસો ફેલાવવામાં મદદ કરે છે. જેનાથી બ્લડ પ્રેશર અને હાઈ બીપીને નિયંત્રણ રાખે છે.

કાળા મરીમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પોટેશિયમ કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ વગેરે જેવા ખનીજો. તેના સિવાય વિટામિન એ, ઈ, સી પણ કાળા મરીમાં મળી આવે છે. આટલું જ નહીં, કાળા મરીમાં ઘણા એવા તત્વો હોય છે જેને એન્ટીઓક્લીડેન્ટ કહેવાય છે. જે આપણા કોષોનું રક્ષણ કરે છે. આ ગુણોને કારણે કાળા મરી ઘણી બીમારીઓમાં મદદ કરે છે. આ ઉપરાંત, આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત ગળાના દૂખાવાથી રાહત આપે છે. તેથા કાળા મરી ખાવાથી સ્વાસ્થ્યને લાભ મળે છે.

હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા છે, જેને ઘણી વાર લાઈફસ્ટાઈલ અને ખોટી ખાનપાનની ખોટી આદતથી થાય છે. એવામાં, કાળા મરી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં એક સુરક્ષિત અને પ્રાકૃતિક ઉપાય બને છે. કાળા મરીમાં ‘પાઈપરીન’ નામનું રસાયણ હોય છે. જે ધમનીઓને આરામ આપે છે. અને લોહીના પ્રવાહને યોગ્ય રાખવામાં મદદ કરે છે. તેમાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશરને ઘટાડે છે. અને સોડિયમનું નિયંત્રણ રાખે છે. આને તમે દરરોજ ઉપયોગ કરશો તો, થોડા જ દિવસોમાં અસર દેખાવા લાગે છે.