દેશના દિલ્હી સહિતના શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે શ્વાસ લેવામાં પણ સમસ્યા ઉભી થઈ રહી છે પરંતુ ભારતના કેટલાક શહેરો એવા પણ છે જ્યાંની હવા એકદમ શુદ્ધ છે. એટલું જ નહીં આ શહેરો પ્રાકૃતિક સંદરતાને કારણે પણ જાણીતા છે. આ શહેરોમાં પ્રદુષણને ઘટાડવા અને હવાને શુદ્ધ રાખવા માટે સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. અહીં અધિકારીઓ પણ સામાન્ય નાગરિકો સાથે મળીને શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મહેનત કરી રહ્યાં છે. દેશમાં એક તરફ મેટ્રો સિટી છે જ્યાં ધુળ, ધુમ્મસ અને ટ્રાફિક જામ સહિતની સમસ્યા છે. જ્યારે કેટલાક નગરો એવા પણ છે જ્યાં ફરવાની સાથે શુદ્ધ હવા માટે પરફેક્ટ શહર છે.
કોહિમા (નાગાલેન્ડ) : નાગાલેન્ડની રાજધાની કોહિમાનો એક્યુઆઈ 19 છે. આ શહેરને ભારતના સારા સ્થળોમાં સમાવેશ થાય છે. ચારેય તરફ હરિયાળી અને ઉંચા ઉંચા પહાળોથી ઘરેયેલા કોહિમા શહેર પોતાની નાગા સંસ્કૃતિ માટે જાણીતો છે અહીં આપને રંગીન બજાર, પારંપરિક તહેવારો અને સ્વદેશી શિલ્પકલા જોવા મળે છે. પ્રવાસીઓ અહીં આવીને સુંદર પહાળો સહિત કુદરતી સૌંદયને નિહાળી શકે છે.
કુલગામ (કાશ્મીર) : કાશ્મીર ઘાટીમાં આવેલું કુલગામ ફરવા માટે સુંદર સ્થળો પૈકી એક છે અને અહીં એક્યુઆઈ સરેરાશ 22 જેટલો રહે છે. અહીં બરફોની ચાદરથી ઢંકાયેલા પહાડ અને લીલા ઘાસ ધરાવતા ખુલ્લા મેદાન આવેલા છે. ઠંડીમાં સામાન્ય રીતે હિમવર્ષા થાય છે. શહેરી જનજીવનની સરખામણીએ અહીં એક વાતાવરણ શાંત જોવા મળે છે.
મનાલી (હિમાચલ પ્રદેશ): જો આપને ઠંડા પવનની સિઝનની કોઈ સમસ્યા ન હોય તો ફરવા માટે મનાલી શ્રેષ્ઠ ઓપ્શન છે. અહીં એક્યુઆઈ સરેરાશ 27 જેટલુ નોંધાય છે. પ્રવાસીઓ માટે મનાલી જાણીતા હિલ સ્ટેશન માટે પ્રથમ પસંદ છે. દર વર્ષે અહીં લાખો લોકો ફરવા માટે આવે છે. શિયાળામાં અહીં હિમ વર્ષા થાય છે. આ વાતાવરણમાં ફરવાની મજા માણી શકાય છે.
શિલોંન્ગઃ મેઘાલયની રાજધાની શિલાંગનું એક્યુઆઈ 40 જેટલું છે. આ એક સુંદર હિલસ્ટેશન છે. ઉંચા પહાળો, ઝરણા અને જંગલોથી ઘેરાયેલા શિલાંગમાં શાંત વાતાવરણનો આપ અનુભવ કરી શકો છો.
કુલ્લુ (હિમાચલ પ્રદેશ): કુલ્લુની એર ક્વોલિટી ઈન્ડેક્સ 50 જેટલુ રહે છે. આ શહેર સુંદર પહાડો અને જંગલો માટે જાણીતું છે. અહીં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.