1. Home
  2. ગુજરાતી
  3. જો તમારે કુદરતી સાનિધ્યમાં વરસાદની મજા લેવી છે તો,નર્મદા જીલ્લાના આ સ્થળની એક વખત ચોક્કસ લો મુલાકાત
જો તમારે કુદરતી સાનિધ્યમાં વરસાદની મજા લેવી છે તો,નર્મદા જીલ્લાના આ સ્થળની એક વખત ચોક્કસ લો મુલાકાત

જો તમારે કુદરતી સાનિધ્યમાં વરસાદની મજા લેવી છે તો,નર્મદા જીલ્લાના આ સ્થળની એક વખત ચોક્કસ લો મુલાકાત

0
Social Share
  • વિશાલખાડી એટલે કુદરતના ખોળે રમતું નઝરાણું
  • નહીમાં નૌકા વિહાર અને શુદ્ધ હવાનો એહેસાસ
  • ડુંગળોની પરવત માળા અને ખળખળ ઝરણાનો અવાજ
  • કુદરતી સાનિધ્યમાં પાસર કરવા જેવો એક દિવસ

નર્મદા જીલ્લો આમ તો તેના કુદરતી સાનિધ્યને લઈને ખૂબ જ પ્રચલિત છે, ચારે બાજુ હરિયાલી અને ઝરણાનો ખળખળ અવાજ વાતાવરણને વધુ અહલાદ બનાવે છે, ત્યારે આજે આવા જ એક દુકરતના સાનિધ્યમાં આવેલા એક સ્થળની મુલાકાત શાબ્દિક રીતે કરીશું, જેનું નામ છે ‘વિશાલ ખાડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ’ જે રાજપીપળા પાસે અને નેત્રંગ તાલુકાથી અંદાજે 18 કિલો મીટરના અંતેર આવેલું અદભૂત સ્થળ છે.

તાલૂકો નેત્રંગ. અને નેત્રંગથી રાજપીપાળા રોડ પર જઈએ એટલે રસ્તામાં આ સ્થળની મુલાકાત લેવી રહી, ચારે બાજુ પહાડો જ પહાડો, અને એમા પણ ચોમાસાની મોસમમાં તો જાણે કુદરત નીચે આવી ગયો હોવાનો એહસાસ થાય છે, નેત્રંગ હાઈવે વાડો રસ્તો ડુંગરાળ માર્ગમાંથી પસાર થતો હોવાથી કુદરતના ખઓળે બેસ્યા હોવાની ચોક્કસ અનુભુતી કરાવે છે,આ સરસ્તા પર ખાણી પીણીની મજા, લીલા છમ વેચાતા શાકભાજીની મોજ જોવા મળે છે, ખાસ કરીને જો તમે વરસાદની ઋતુમાં જાઓ છો તો રસ્તા પર ઠેર ઠેર  કંટોલા લઈને બેઠેલા ઘણા બધા લોકો જોવા મળશે.

વિશાલ ખાડી કેમ્પસાઇટ જે રાજપીપળા-નેત્રંગ માર્ગ પર આવે છે, તે રાજપીપળાથી 20 કિમી દૂર છે. આ સ્થળ અનેક જંગલ વિસ્તારો જેમ કે કરજણ વન વિસ્તાર, ડેડીયાપાડા વન વિસ્તાર, ડાંગ વન વિસ્તાર અને ફળદ્રુપ ખેતીની જમીનો અને નદી ખીણોથી ઘેરાયેલો વિસ્તાર છે. અહીંયાંથી થોડુંક નીચે ઉતરીને કરજણ ડેમનું બેક વૉટર્સ છે ત્યાં બોટિંગની મજા પણ માણી શકાય છે.વિશાલ ખાડીમાં તમને રહેવાની પણ પુરતી સગવડ મળે છે. અહીંયા ગુજરાત ટુરિઝમનાં કોટેજ પણ આવેલા છે જે ઓછા ભાડામાં તમને રોકાવા માટેની સુવિધા પ્રદાન કરે છે.

અહીં હમણાં કોરોના ને લીધે કેન્ટીન બંધ છે એટલે અમે ઘરેથી ભોજન લઈ જઈ શકો છો,અહીં ખૂબ જ સસ્તા ભાવે બોટિંગની પણ મજા માણી શકાય છે, અંદર જવા માટે ખૂબ જ ઓછી પ્રવનેસ ટિકિટ લેવાની હોય છે. આ સાથે જ અહી અવનવી વનસ્પતિઓ પણ તમને જોવા મળશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code