Site icon Revoi.in

જાહ્નવી કપૂર જેવું કર્વી ફિગર મેળવવું હોય તો આ રૂટિન ફોલો કરો, જાણો ફિટનેસ સિક્રેટ

Social Share

બોલીવુડમાં ઉભરતી એક્ટ્રેસની વાત કરીએ તો જ્હાન્વી કપૂરનું નામ લેવું જરૂરી બની જાય છે. જ્હાન્વી કપૂર સતત બેસ્ટ ફિલ્મો પસંદ કરી રહી છે. નાની ઉંમરે તેણે પોતાની એક્ટિંગ કુશળતાનો પુરાવો આપી દીધો છે. આ સાથે જ જ્હાન્વી કપૂર ફિટનેસના મામલે ઘણી હિરોઈનોને પણ પાછળ છોડી દે છે.

ફિટનેસની વાત કરીએ તો જ્હાન્વી કપૂર ખૂબ વર્કઆઉટ કરે છે અને તેનો ડાયટ પ્લાન પણ અદ્ભુત છે, જેના કારણે તેના કર્વી ફિગર અને જબરદસ્ત ફિટનેસ જોઈને તેના ફેન્સ તેના પ્રશંસક બની જાય છે. જાણીએ ફિટનેસ ક્વીન જ્હાન્વી કપૂરનું રહસ્ય શું છે.

ફિટ રહેવા માટે જ્હાન્વી કપૂર ખૂબ વર્કઆઉટ કરે છે. તેની જિમના ડેલી રુટિનમાં માત્ર એક્સરસાઈઝ જ નહીં પરંતુ યોગ અને Pilates એક્સરસાઈઝનો પણ સમાવેશ થાય છે. આજ કારણે તે હંમેશા ફિટ અને એનર્જેટિક રહે છે. જ્હાન્વી રોજ ચાલે છે, તેની સાથે રોપ ટ્રેનિંગ પણ તેની પ્રિય એક્સરસાઈઝ છે. આ સાથે, તે કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ દ્વારા પોતાને ફિટ અને એક્ટિવ રાખે છે. જ્હાન્વીને ડાન્સ ખૂબ જ ગમે છે. તે માને છે કે નૃત્ય પણ એક પ્રકારની એક્સરસાઈઝ છે, તેથી તે બેલી ડાન્સ અને ક્લાસિકલ ડાન્સ કરે છે જે તેના બોડી બેલેન્સ અને મેંન્ટેન રહે છે.

જ્હાન્વી કપૂરનું માનવું છે કે ફિટ રહેવા માટે વર્કઆઉટની સાથે યોગ્ય ડાયટ પણ ખૂબ જ જરૂરી છે. જ્હાન્વી કપૂર ઘરે બનાવેલું ઘી ખાય છે. જ્યારે તે સવારે ઉઠે છે ત્યારે તે સૌથી પહેલું કામ લીંબુ અને મધ સાથે પાણી પીવે છે. પંજાબી પિતાની સંતાન હોવાને કારણે જ્હાન્વી કપૂરને પંજાબી ફૂડ પસંદ છે. નાસ્તામાં જ્હાન્વી પરાઠા, દહીં, જ્યુસ વગેરે ભરપૂર આહાર લે છે.

નાસ્તામાં જ્હાન્વી પરાઠા, દહીં, જ્યુસ વગેરે ભરપૂર આહાર લે છે. આ સાથે તે નાસ્તામાં તાજા ફળો, ટોસ્ટ, બદામ, સ્મૂધી વગેરે પણ ખાય છે. લંચમાં જ્હાન્વીને દાળ, રોટલી, બ્રાઉન રાઈસ, ગ્રિલ્ડ ચિકન અથવા ફિશ ખાવાનું પસંદ છે. આ બધી વસ્તુઓમાં ઘણી બધી શાકભાજીનો સમાવેશ થાય છે.

જ્હાન્વીનું ડિનર ખૂબ જ હળવું છે. તેને ડિનરમાં સલાડ અને ક્યારેક સૂપ ખાવાનું પસંદ છે. હાઇડ્રેટેડ રહેવા માટે જ્હાન્વી પાણીની સાથે નારિયેળ પાણી પણ પીવે છે પરંતુ તે ડ્રિંક્સથી દૂર રહે છે.