કોફીનો ઉપયોગ મોટા ભાગે લોકો પીવા માટે કરે છે. પણ તેનાથી ફેસને ચમકદાર બનાવવામાં મદદ મળે છે. સુંદર દેખાવવું દરેકને પસંદ હોય છે પછી તે છોકરો હોય કે છોકરી દરેક સુંદર દેખાવા માગે છે. એટલે લોકો નવા નવા પ્રોડક્ટો બજાર માથી ખરીદીને લઈ જાય છે અને તેને ફેસ પર લગાવે છે. પણ લોકોને તેનાથી ફાયદો થતો નથી અને તે પરેશાન રહે છે.
તમે પણ ફેસ પર ડાઘ-ધબ્બાથી પરેશાન છો, તો તમારા માટે કોફી બેસ્ટ ઓપ્શન છે. આજે તમને જણાવીએ કે કેવી રીતે કોફીનો ઉપયોગ કરી તમે તમારા ફેસને ચમકદાર બનાવી શકો છો. મોટા ભાગે લોકો કોફીનું સેવન કરે છે.
કોફીની મદદથી તમે તમારા ચહેરાને ગ્લોઈંગ અને ચમકદાર બનાવી શકો છો. આ માટે એક નાના બાઉલમાં એક ચમચી ગ્રાઉન્ડ કોફી, એક ચમચી દહીં, એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. પછી આ મિશ્રણને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. લગાવ્યા પછી, તેને 15 મિનિટ માટે રહેવા દો, જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય, પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
દહીંને બદલે એલોવેરા જેલ અથવા દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. ફેસ પેક લગાવતા પહેલા તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો. ફેસ પેક લગાવ્યા પછી અને ચહેરો ધોયા પછી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ જરૂર કરો.
કોફીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે સ્કિનની ગંદકી દૂર કરે છે. આ ડેટસ્કિનને દૂર કરવામાં મદદ કરે છે અને સ્કિનને નરમ અને મુલાયમ બનાવે છે.