હૃદયરોગથી રાહત મેળવવી હોય તો આ ફળ ખાવાનું શરૂ કરી દો,થશે અનેક ફાયદા
આરોગ્ય નિષ્ણાતો દરેકને દરરોજ ઓછામાં ઓછા બે વખત મોસમી ફળો ખાવાની ભલામણ કરે છે. ફળોમાં એન્ટી-ઓક્સિડન્ટ, વિટામિન અને શરીર માટે જરૂરી મોટાભાગના ખનીજો હોય છે, જે ઘણાં પ્રકારના રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. નિષ્ણાતો દ્વારા કેટલાક ફળમાં આવા અસરકારક ગુણધર્મો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, જે હૃદય રોગની ગૂંચવણો, એનિમિયા જેવી સમસ્યાઓના જોખમને ઘટાડવામાં પણ ફાયદાકારક હોય શકે છે.
દાડમ એક એવું જ સુપર ફાયદાકારક ફળ છે, જેમનું સેવન વર્ષોથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો માટે કરવામાં આવે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે દાડમમાં ફાઇબર, વિટામિન અને મિનરલ્સ ભરપૂર હોય છે, જ્યારે કેલરી અને ચરબી ઓછી હોય છે. તેમાં રહેલા એન્ટિ-ઓક્સિડન્ટો તમારા માટે ખાસ કરીને હૃદયની તંદુરસ્તી સુધારવામાં પેશાબ સંબંધી વિકૃતિઓ તેમજ એનિમિયાના ઉપચારમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દાડમમાં આવા ઘણાં તત્વો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે હૃદય અને ધમનીઓની સમસ્યાઓને દૂર કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દાડમનો રસ હૃદય પ્રણાલીમાં ઓક્સિડેટીવ તણાવ ઘટાડી શકે છે.
દાડમને કોલેસ્ટ્રોલ, રક્ત વાહિનીઓમાં બિનઆરોગ્યપ્રદ ચરબી અથવા લિપિડના નિર્માણને રોકવામાં પણ ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
ઉલ્લેખનીય છે કે આ જાણકારી માત્ર માહિતી માટે તૈયાર કરવામાં આવી છે અને તેની પૃષ્ટિ કરવામાં આવતી નથી, જો તમને કોઈ પણ સમસ્યા સર્જાય તો ડોક્ટરને જરૂર સંપર્ક કરવો જોઈએ.