આખા દિવસના કામનો થાક ઉતારવો હોય તો ચહેરા ઉપર લગાવો આ વસ્તુ, ચહેરો થઈ જશે ફ્રેશ
શું તમારી સાથે પણ આવું થાય છે કે રોજના થાકને કારણે સાંજે તમારો ચેહરો ફિકો પડી જાય છે? ઘણીવાર કામના કારણે ઊંઘ પૂરી ના થઈ હોય ત્યારે પણ તમારો ચેહરો ફીકો પડી ગયો હોય તેવું લાગે છે. પરંતુ હવે એવું નહીં થાય કેમ કે આજે એવા સૌંદય પાવડરની વાત લઈ ને આવ્યા છીએ કે, તમારા દિવસભરના થાકને દૂર કરીને તમારા ચેહરા પર કઈક અલગ જ નિખાર લાવશે.
આ તમે જુદી જુદી રીતે ઉપયોગમાં લઈ શકો છો પરંતુ આ પાવડર સાંજની ચા પીને લગાવીએ તો વધુ અસર કરે છે. આ પાવડરને લગાવ્યા પછી તમે તમારા થાક ભુલી જશો અને એકદમ ફ્રેશ અનુભવશો.
અમે જે પાવડરની વાત કરીએ છે તે કોઈ સૌંદર્ય પાવડરની નથી પરંતુ બુરુખાંડ (ખાંડનો ભૂકો) ની વાત છે. જે ખાવામાં મીઠાશ લાવે છે. ખાંડ ચેહરા પર કુદરતી નિખાર લાવવામાં અને ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવામાં મદદરૂપ થાય છે. ચાલો જોઈએ ખાંડના ફાયદા:
- ચેહરા પર ખાંડના પાવડરને લગાવવાથી ડેડ સ્કીન રિમૂવ થાય છે અને નવી સ્કીન ચેહરાને મળે છે.
- જો તમે ખાંડને સ્ક્રબ કરી ૫ મિનિટ પછી ચેહરો ધોવો છો તો ચેહરા પર હીરા જેવો ચમકદાર નિખાર આવે છે.
- આ એક નેચરલ ઉપચાર છે જે ચેહરાને એકસોફોલિયેટ કરીને બ્લડ સર્ક્યુલેશન વધારે છે.
- દાગ – ધબ્બાને પણ મટાડવા માટે ખાંડ ખૂબ જ ફાયદાકારક છે.
- જો તમે તમારા ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો ચાહો છો તો પણ ખાંડનો ઉપયોગ કરી શકાય છે.
- આ ચામડીને અંદરથી સાફ કરીને એની રંગત વધારે છે.
#SugarSkincare#NaturalGlow#SugarBenefits#DIYBeauty#SugarScrub#NaturalExfoliation#GlowingSkin#BeautyTips#FreshFace#SkinCareRoutine#InstantGlow#NaturalBeauty#SkinCareSecrets#ExfoliateWithSugar#FaceGlow#HomemadeSkincare#SugarForSkin#BeautyHacks#SkincareEssentials#HealthySkin