આજથી ગણેશ ઉત્સવ એટલે કે આજે પુરા દેશમાં ગણેશ ચતુર્થીને લઈને લોકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દેશના જાણીતા ગણપતિના મંદિરોમાં પગ મુકવાની જગ્યા નથી એવી ભક્તોની ભીડ જામી છે. મોટા ભાગના લોકો એવા મંદિરોમાં વધારે જઈ રહ્યા છે જે વધારે પ્રખ્યાત હોય, તો આવામાં જો તમે પણ પ્લાન કરી રહ્યા હોય ફરવા માટેનો તો આ મંદિરોની મુલાકાત જરૂરથી લેવી જોઈએ.
મહારાષ્ટ્રના બલ્લાલેશ્વર મંદિરની પણ મુલાકાત લઈ શકો છો. બલ્લાલેશ્વર મંદિર ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. આ એક પ્રાચીન મંદિર છે. અહીં ગણપતિ ઉત્સવ દરમિયાન મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર, પુણે – તમે મહારાષ્ટ્રના પુણેના મંદિરમાં પણ ફરવા જઈ શકો છો. અહીં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર ખૂબ જ પ્રખ્યાત મંદિર છે.
મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઈ શકો છો. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. ગણપતિ બાપ્પાનું આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં તમે આ મંદિરના દર્શન કરવા પણ જઈ શકો છો.