Site icon Revoi.in

હોળી પર મહેમાનોંને કરવા છે ઈમ્પ્રેસ, તો પહેલાથી જ તૈયાર કરી રાખો ઠંડાઈ પાવડર

Social Share

હોળીના તહેવારની દરેક લોકો રાહ જોવે છે. આ દિવસે બધા ભેગા થાય છે અને રંગોથી હોળી રમે છે. આ તહેવારની સારી વાત એ છે કે આ દિવસે અલગ-અલગ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. આ પકવાનમાં થંડાઈનો પણ સમાવેશ થાય છે. લોકો અલગ-અલગ રીતે થંડાઈ બનાવે છે. આજકાલ ફ્લેવરફુલ થંડાઈ પીવાનું વધારે પસંદ કરે છે. તમે થંડાઈની ટ્રેડિશનલ રેસીપીને ફોલો કરો છો, તો તેને બનાવવામાં ઘણો સમય લાગે છે. કેમ કે આગલી રાતે બધું પલાળેલું હોય છે. બીજા દિવસે સવારે તેને પીસી લો. કેટલાક લોકો પીસવા માટે સિલબટ્ટાનો ઉપયોગ કરે છે. પછી તેની પેસ્ટને ઠંડા દૂધમાં મિક્સ કરી લો. તમે હોળી પર આટલી મહેનત કરવા માંગતા નથી, તો હોળી પેલા થંડાઈ પાવડર તૈયાર કરો. આ થંડાઈ પાઉડરને ઠંડા દૂધમાં મિલાવી દેવાનું છે અને તે તૈયાર થઈ જાય છે.

ઠંડાઈ પાવડર બનાવવા માટે તમારે જોઈએ
100 ગ્રામ બદામ
100 ગ્રામ કાજૂ
100 ગ્રામ પિસ્તા
2 ચમચી ખસખસ
2-6 મોટી ચમચી તરબૂચના બીજ
2 ચમચી વરીયાળી
2-4 કપ ગુલાબની પાંખડી
20-30 ઈલાઈચી
6 ચપટી કેસર
20 કાળામરી

ઠંડાઈ પાવડર બનાવવાની રીતઃ
તેને બનાવવા માટે બદામ, કાજુ અને પિસ્તાને દસ મિનિટ સુધી શેકી લો. પછી તેને ઠંડુ થવા દો. દરેક વસ્તુને મિક્સરમાં પાવડર ન બને ત્યાં સુધી પીસી લો. તમારે આ મિક્સને મીઠું બનાવવું હોય તો તેમાં સાથે થોડી ખાંડ પીસી લો. ધ્યાન રાખો કે તેને વધુ ન પીસો કારણ કે આમ કરવાથી ડ્રાય ફ્રૂટ્સ તેલયુક્ત થશે. તે બરાબર થઈ જાય, ત્યારે તેને પ્લેટમાં કાઢીને સરખી રીતે ઠંડુ થવા દો. પછી તેને એરટાઈટ જારમાં નાખીને ફ્રિઝમાં રાખો.