સાહિન મુલતાનીઃ-
- દિવેલ માથામાં ઠંડક પહોંચાડે છે
- પગના તળીયાની બળતરાને દૂર કરે છે
- વાળને ઘટ્ટ કરવાનું કામ દિવેલ કરે છે
- કબજિયાતની સમસ્યા દૂર કરે છે
આપણા જ કિચનમાં ઘણી બઘી વસ્તુઓ એવી હોય છે કે જે અનેક રોગોમાં આપણાને રાહત આપે છે, મરી મસાલાથી લઈને ઘણી બધી વસ્તુઓના ઉપયોહથી આપણે આપણા શરીરમાં થતી નાની મોટી બીમારીમાં રાહત મએળવી શકીએ છીએ, એમા એક વસ્તુ છે દિવેલ કે જે એરંડામાંથી બને છે. આ દિવલમાં અનેક ઔષધિ ગુણો સમાયેલા છે તો ચાલો જાણીએ ક્યારે અને કઈ રીતે દુવલનુિં સેવન કરવાથી ફાયદો થાય છે.
નાના બાળકના વાળમાંથી ખોળઓ દૂર થાય છે
નાના બાળકોને માથાના તાળવામાં ખૂબ ખોળો તતો હોય અને તેની સ્કિન નાજૂક હોવાથી આપણે તેના પર કાંસકો કે કાસંકી ફેરવી શકતા નથી એવા બાળકોના માથાના તાળવામાંથી ખોળો દૂર કરવા દિવેલનો ઉપયોગ કરવામાં યાવે છે, નાના બાળકોના માથામાં દિવેલ લાગી દેવાથી ખોળો અને જામેલા સફેદ પોપળાઓ દૂર થાછે
દિવેલથી વાળ ઘટ્ટ બનાવે છે ગ્રોથ વધારે છે
દિવેલથી વાળ ઘટ્ટ બને છે, જે લોકોના વાળ ખૂબ જ પાતળા હોય તેમણે દિવેલને ગરમ કરીને એઠવાડિયામાં 3 વખત માથામામ સેથી સેથીએ નાખવું જોઈએ આમ સતત 6 મહિના કરવાથી વાળનો ગ્રોથ વધે છે, અને વાળ મજબૂત બને છે.
માથાના દૂખાવામાં રાહત આપે છે
જ્યારે ગરમીના કારણે માથાનો દુખાવો થતો હોય તેના સમયે દિવેલ અને પાણી મિક્સ કરીને વાળમાં 10 થી 20 મિનિટ સુધી મસાજ કરવું, આમ કરવાથી વાળના તળીયાને ઠંડક પહોંચે છે અને માથાનો દુખાવો પણ હળવો થાય છે.
માલિશ કરવા માટે ઉપયોગી
નાના બાળકોને દિવેલ ગરમ કરી માલિશ કરવાથી શરીરનો બાંધો મજબૂત બને છે, નાના બાળકોના હાથ અને પગ પર દિવેલથી માલીશ કરવામાં આવે છે.